Mumbai Police: આખરે ડ્રગ માફિયા લિલત પાટીલ ચેન્નાઈમાંથી ઝડપાયો: એક ફોન કોલને કારણે આખી ગેમ બદલાઇ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો… વાંચો વિગતે અહીં..

Mumbai Police: ડ્રગ માફિયા લલિત પાટીલની આખરે મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. સાસૂન હોસ્પિટલમાંથી ફરાર થયેલો લલિત પાટીલ ચેન્નાઈમાં છુપાયો હતો. તેને શોધવા માટે દસ ટીમો બનાવવામાં આવી હતી…

by Hiral Meria
Mumbai Police Finally Drug Mafia Lalit Patil Caught From Chennai Know What The Whole Case Is About

News Continuous Bureau | Mumbai 

Mumbai Police: ડ્રગ માફિયા ( Drug mafia ) લલિત પાટીલ (Lalit Patil ) ની આખરે મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ કરી લીધી છે. સાસૂન હોસ્પિટલ (Sasoon Hospital) માંથી ફરાર થયેલો લલિત પાટીલ ચેન્નાઈ (Chennai) માં છુપાયો હતો. તેને શોધવા માટે દસ ટીમો બનાવવામાં આવી હતી. લલિત પાટીલને હવે પુણે લાવવામાં આવશે. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લલિત પાટીલ પોલીસના હાથે ઝડપાઈ જતાં ડ્રગ્સના કેસમાં અનેક મોટા ગુનેગારોના નામ બહાર આવે તેવી શક્યતાઓ છે.

મુંબઇ પોલીસે લલિત પાટીલને ચેન્નઇથી ઝડપી પાડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ધરપકડની ( Arrested ) તમામ બાબતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે. કારણકે આ બાબત ખૂબ જ સંવેદનશીલ છે. લલિત પાટીલને ભાગવામાં રાજકીય નેતાઓએ ( Political leaders ) મદદ કરી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હતો. રાજકીય નેતાઓના આશિર્વાદથી જ લલિત પાટીલને સસૂન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. હવે લલિત પાટીલને સાકીનાકા પોલીસની ( Sakinaka Police ) ટીમે ચેન્નઇમાંથી પકડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસની આ જ ટીમે નાસિકમાં 200-300 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું.

ભૂષણને પણ ડ્રગ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર લલિત પાટીલ પુણેથી ગુજરાત ગયો હતો. ત્યાંથી તેણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડી ભાડે લીધી હતી. એ ગાડીથી લિલત પાટીલ કર્ણાટક ગયો હતો. ત્યાંથી તે ચેન્નઇ પહોંચ્યો હતો.

નાસિકમાં મુંબઇ પોલીસે જ્યારે કાર્યવાહી કરી ત્યારે લલિત પાટીલની ખૂબ જ નજીકની વ્યક્તીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ અંગેની કોઇ જ જાણ મીડિયાને પણ કરવામાં આવી નહતી. પોલીસના તાબામાં રહેલી આ વ્યક્તીને જ લલિત પાટીલે ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આ આરોપીને લલિત પાટીલ સાથે વાત કરવા કહ્યું હતું. ફોન પર લિલતે પોતે કેવી રીતે ફરાર થયો, ક્યાંથી ક્યાં અને કેવી રીતે ગયો તે બધી જ હકીકત કહી. ત્યાર બાદ આ ફોનકોલને આધારે લોકેશન મેળવી મુંબઇ પોલીસે તેનો પીછો કર્યો. અને આખરે ચેન્નઇથી લિલત પાટીલને પકડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : RBI News: નિયમ ઉલ્લંઘન કરનારી આ બે મોટી અને મહત્વની બેન્કોને RBIએ ફટકાર્યો દંડ, જોઈ લો તમારૂ એકાઉન્ટ તો નથી ને? જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં…

સસૂન ડ્રગ્સ રેકેટના મુખ્ય આરોપી લલિત પાટીલનો ભાઇ અને મેફેડ્રોન બનાવનાર ભૂષણ પાટીલ તથા અભિષેક વલકવડે આ બંનેને પુણે પોલીસે 10 ઓક્બોરના રોજ નેપાળ બોર્ડર પરથી પકડ્યા હતાં. લલિત પાટીલને પોલીસ શોધી રહી હતી. જેમાં મુંબઇ પોલીસને સફળતા મળી હતી. લલિત પાટીલ પોલીસની નજરકેદમાંથી ફરાર થઇ ગયો હતો. જેને કારણે પોલીસ પર પણ આક્ષેપો થવા લાગ્યા હતાં. આ મુદ્દે કોર્ટે પણ પોલીસને ફટકાર લગાવી હતી. જોકે આખરે મુંબઇ પોલીસે લિલતને પકડીને પોતાની સક્ષમતા ફરી એકવાર સાબિત કરી હતી.

આ સમગ્ર મામલો વર્ષ 2020ના ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલો છે. વર્ષ 2020માં પુણેના પિંપરી-ચિંચવાડમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો, ત્યારથી લલિત પાટીલ જેલમાં હતો. ગયા મહિને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો ત્યારે લલિત પાટીલ સાસૂન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે તેણે તક જોઈને ફરાર થઈ ગયો હતો. આ મહિને મુંબઈ પોલીસે નાસિકની એક ફેક્ટરી પર દરોડા પાડીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરી લલિત પાટીલના ભાઈ ભૂષણ પાટીલની હોવાનું કહેવાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More