Site icon

મજનુ એ ટ્વિટર પર મુંબઈ પોલિસ ને પુછ્યું ગર્લફ્રેંડ ને મળવા શું કરું? પોલીસે આપ્યો આ જવાબ.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 22 એપ્રિલ 2021.
ગુરુવાર 
    પોલીસોની ખેલદિલી અને જીંદાદિલીના અનેક કિસ્સા આપણને અવારનવાર જોવા અને સાંભળવા મળે છે. પરંતુ હાલમાં મુંબઈ પોલીસમાં પોતાની વાક્ચાતુરી અને સેન્સ ઓફ હ્યુમર હોવાનું ઉત્તમ ઉદાહણ પૂરું પડતો કિસ્સો સામે આવ્યો છે.


   મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ વધતા રાજ્યમાં આંશિક લોકડાઉનના પગલે ઘણાબધા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સાથેજ એસેન્સિયલ સર્વિસિસ એટલેકે જરૂરી સુવિધા વાળાઓને બહાર નીકળવા પર છૂટ આપવાંમાં આવી છે અને એસેન્શ્યિલ સર્વિસવાળાઓ એ તેમના વાહનો પર કેટેગરી પ્રમાણે સ્ટીકર લગાડવાનો નિયમ હમણાં ઘડવામાં આવ્યોછે. જે પ્રમાણે મેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સ માટે લાલ રંગનું સ્ટીકર, ફળ અને શાકભાજી વિક્રેતાઓને લીલા રંગનું સ્ટીકર જયારે અતિ આવશ્યક સુવિધાઓવાળા માટે પીળા રંગનું  સ્ટીકર લગાડવાનું ફરજીયાત કર્યું છે. 

Join Our WhatsApp Community

સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

     ત્યારે પોતાની ગર્લફ્રેન્ડના વિરહમાં એક મજનુ એ મુંબઈ પોલીસને ટ્વિટ કરીને પૂછ્યું હતું કે,' હું મારી પ્રેમિકાને બહુજ  મિસ કરું છું  તો તમે જણાવો કે તેને મળવા જવામાટે હું કાયા રંગનું સ્ટીકર મારી ગાડી પર લગાડું? મારા માટે તેને મળવા જવું ખુબજ જરૂરી છે.' ત્યારે પોલીસે જે જવાબ આપ્યો એ વાંચી ને તમને પણ પોલીસની વાક્ચાતુરી પર ગુમાન થશે. પોલીસે ટ્વિટ દ્વારા જ તે યુવકને કહ્યું કે, અમને ખબર છે કે તમારે માટે તે જરૂરી છે પરંતુ કમનસીબે એ અમારી જરૂરી સેવા કે ઈમરજેંસી સુવિધાઓની કેટેગરીમાં આવતું નથી. અંતર જાળવવાથી પ્રેમ વધશે અને અત્યારે તો તમે સ્વસ્થ પણ રહેશો . તમારા બંને નો સાથ જિંદગીભર રહે એજ શુભકામના આપીયે છીએ .આ એક વખત છે જે જતો રહશે.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના કાળમાં  સંપૂર્ણ લોકડાઉન વખતે પોલીસોએ રસ્તા પર ગીત ગાઈને ઘરે બેઠેલા લોકોનું મનોરંજન પણ કર્યું હતું.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version