News Continuous Bureau | Mumbai
Mumbai Police Gets Threat: ક્રિકેટ વર્લ્ડ કપ ( World Cup 2023 ) ની સેમીફાઈનલ ( Semi Final ) ની પ્રથમ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈ ( Mumbai ) ના વાનખેડે સ્ટેડિયમમાં ( Wankhede Stadium ) ભારત અને ન્યુઝીલેન્ડ ( IND vs NZ ) વચ્ચે રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પરંતુ તે પહેલા મેચને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી મળી છે.
Mumbai Police say, “An unidentified person posted a threat message to Mumbai Police on X (formerly Twitter) that a nefarious incident would be executed during the India vs New Zealand at Wankhede Stadium today. Strict vigilance is being done in the area around the stadium and…
— ANI (@ANI) November 15, 2023
વાત એમ છે કે, મુંબઈ પોલીસ ( Mumbai Police ) ને એક ધમકીભર્યો મેસેજ ( Threat Message ) મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે. આ પ્રકારની ધમકી મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિએ ટ્વિટર દ્વારા આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે.
ધમકી આપનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર મુંબઈ પોલીસને બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓના ફોટા સાથે ટેગ કર્યા છે. આ સિવાય મેચ દરમિયાન અમે આગ લગાવીશું તેવા મેસેજ સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
The person had tagged Mumbai Police on his post and shown gun, hand grenades and bullets in a photo.” Mumbai Police say, “An unidentified person posted a threat message to Mumbai Police on X (formerly Twitter) that a nefarious incident would be executed during the IND vs NZ! pic.twitter.com/nsTwTn8Dql
— Daddyscore (@daddyscore) November 15, 2023
વાનખેડે સ્ટેડિયમના તમામ ગેટની સામે પાર્કિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “એક અજાણ્યા વ્યક્તિએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશો પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવશે. સ્ટેડિયમના વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. વ્યક્તિએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ફોટામાં બંદૂક, ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી.”
આ સમાચાર પણ વાંચોઃ Pakistan: આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન, યુક્રેનને હથિયારો વેચી કરોડોની કરી કમાણી..રિપોર્ટનો મોટો દાવો..
જો મેચને લઈને મુંબઈમાં સુરક્ષાની વાત કરીએ તો 7 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, 200 ઓફિસર અને 700 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમના તમામ ગેટની સામે પાર્કિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પોલીસે સ્ટેડિયમમાં પેન, પેન્સિલ, માર્કર, કોરા કાગળ, બેનરો, પોસ્ટર, બેગ, સિક્કા તેમજ પાવર બેંક અને જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.