News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikar) હવે ઉનાળાના વેકેશન(Summer Vacation)માં બિન્દાસ ઘરની ચિંતા મૂકીને ફરવા ઉપડી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે(SanjayPandey)એ ઉનાળાના વેકેશનમાં ઘર બંધ કરીને ગામમાં જવા માગતા મુંબઈગરાને પોતાના ઘરની સુરક્ષા(security) માટે ક્યૂઆરકોડ(QR code) પોલીસ પાસેથી મેળવવાની અપીલ કરી છે. આ ક્યૂઆર કોડ ઘરની કે સોસાયટીની બહાર હશે ત્યાં પોલીસની ચાંપતી નજર હશે.
સામાન્ય રીતે ઉનાળાના વેકેશન(Summer Vacation)માં ચોરીના બનાવ વધી જતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) સંજય પાંડે(SanjayPandey)એ ફેસબુક (Facebook))પર મુંબઈગરા સાથે લાઈવે વાર્તાલાપ દરમિયાન મુંબઈગરાને ઘરમાં થનારી ચોરી અને લાપરવાહીથી વાકેફ કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બે મહિનામાં ઘરમાં ચોરીના 243 બનાવ બન્યા હતા.
આ સમાચાર પણ વાંચો : માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં
બંધ ઘરમાં ચોરીના બનાવ રોકવા માટે મુંબઈ પોલીસ કમિશનરે લોકોને ક્યૂઆર કોડને લઈને માહિતી આપી હતી. ઘર બંધ કરીને બહારગામ જવા ઈચ્છુક લોકોએ સ્થાનિક પોલીસને તેની જાણ કરવાની રહેશે. પોલીસ આવા ઘરના દરવાજા પર ક્યૂઆર કોડ ચીપકાવશે. ત્યારબાદ પોલીસ મોબાઈલ વેનથી આવા ઘરના ચક્કર કાપીને ચેક કરતી રહેશે.
પોલીસના કહેવા મુજબ જો એક દિવસ માટે બહારગામ જતા હોય તો ઘરની લાઈટ ચાલુ રાખીને જવી. તેમ જ શક્ય હોય તો પોતાના મોબાઈલ ફોન પર લાઈવ મોનિટરિંગની સાથે એક રૂમમાં સીસીટીવી કેમેરા પણ બેસાડી દેવા. તેમ જ સોસાયટીના આજુબાજુના સભ્યોને પણ એલર્ટ રહેવું જોઈએ એવી સલાહ પણ મુંબઈ પોલીસ કમિશનરે આપી હતી.