Site icon News Continuous Bureau | Mumbai

શું વાત છે.. મુંબઈ પોલીસ હવે બંધ ઘરોની રક્ષા કરશે. આ રીતે ક્યુઆર કોડ મેળવો અને પોલીસ રોજ ઘરનું ધ્યાન રાખશે. જાણો મુંબઈ પોલીસની નવી યોજના વિશે.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikar) હવે ઉનાળાના વેકેશન(Summer Vacation)માં  બિન્દાસ ઘરની ચિંતા મૂકીને ફરવા ઉપડી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે(SanjayPandey)એ ઉનાળાના વેકેશનમાં ઘર બંધ કરીને ગામમાં જવા માગતા મુંબઈગરાને પોતાના ઘરની સુરક્ષા(security) માટે ક્યૂઆરકોડ(QR code) પોલીસ પાસેથી મેળવવાની અપીલ કરી છે. આ ક્યૂઆર કોડ ઘરની કે સોસાયટીની બહાર હશે ત્યાં પોલીસની ચાંપતી નજર હશે.

Join Our WhatsApp Channel

સામાન્ય રીતે ઉનાળાના વેકેશન(Summer Vacation)માં ચોરીના બનાવ વધી જતા હોય છે. મુંબઈ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) સંજય પાંડે(SanjayPandey)એ ફેસબુક (Facebook))પર મુંબઈગરા સાથે લાઈવે વાર્તાલાપ દરમિયાન મુંબઈગરાને ઘરમાં થનારી ચોરી અને લાપરવાહીથી વાકેફ કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બે મહિનામાં ઘરમાં ચોરીના 243 બનાવ બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

બંધ ઘરમાં ચોરીના બનાવ રોકવા માટે મુંબઈ પોલીસ કમિશનરે લોકોને ક્યૂઆર કોડને લઈને માહિતી આપી હતી. ઘર બંધ કરીને બહારગામ જવા ઈચ્છુક લોકોએ સ્થાનિક પોલીસને તેની જાણ કરવાની રહેશે. પોલીસ આવા ઘરના દરવાજા પર ક્યૂઆર કોડ ચીપકાવશે. ત્યારબાદ પોલીસ મોબાઈલ વેનથી આવા ઘરના ચક્કર કાપીને ચેક કરતી રહેશે.

પોલીસના કહેવા મુજબ જો એક દિવસ માટે બહારગામ જતા હોય તો ઘરની લાઈટ ચાલુ રાખીને જવી. તેમ જ શક્ય હોય તો પોતાના મોબાઈલ ફોન પર લાઈવ મોનિટરિંગની સાથે એક રૂમમાં સીસીટીવી કેમેરા પણ બેસાડી દેવા. તેમ જ સોસાયટીના આજુબાજુના સભ્યોને પણ એલર્ટ રહેવું જોઈએ એવી સલાહ પણ મુંબઈ પોલીસ કમિશનરે આપી હતી. 

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version