મુંબઈમાં ડ્રગ્સનું વેચાણ અને ધંધો કરનારાઓ સામે પોલીસે કરી કડક કાર્યવાહી, છેલ્લા 20 દિવસમાં આટલા ડ્રગ એડિક્ટ્સ અને ડ્રગ પેડલરની કરી ધરપકડ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 નવેમ્બર  2021

સોમવાર.

મુંબઈ શહેરમાં ડ્રગ્સની ખરીદી અને વેચાણનો ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે છેલ્લા 20 દિવસમાં 225 ડ્રગ એડિક્ટ્સ, 7 ડ્રગ પેડલર સામે કાર્યવાહી કરી છે. 

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 666 ડ્રગ એડિક્ટ્સ અને 85 ડ્રગ પેડલર સામે કાર્યવાહી કરવામાં આવી છે

આ ઉપરાંત પોલીસે પકડાયેલા ડ્રગ્સ પેડલર પાસેથી 45,49,518 રૂપિયાની કિંમતના વિવિધ પ્રકારના નશીલા પદાર્થો પણ જપ્ત કર્યા છે. 

પોલીસને એક્શન મોડ પર જોઈને નકલી પદાર્થોનું સેવન કરતા અને બનાવટી પદાર્થોનું વેચાણ અને ખરીદી કરતા ડ્રગ્સ પેડલરોમાં ભય જોવા મળી રહ્યો છે.

મધ્ય રેલવેનો સપાટો, ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ સ્વરૂપે અધધ આટલી રકમ વસુલી

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment