News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ( drugs ) તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસ પણ તસ્કરો સામે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, મુંબઈ પોલીસના ( Mumbai Police ) એન્ટી-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે માહિમ અને વિરાર વિસ્તારમાંથી 610 ગ્રામ એમડી ડ્રગ્સ (MD ડ્રગ્સ) જપ્ત ( recovers ) કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 22 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આ દરમિયાન મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે આ મામલામાં એક આફ્રિકન મહિલા પેડલર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 22 લાખ રૂપિયા છે. એન્ટી નાર્કોટિક્સ સેલે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે આરોપી ડ્રગ્સ પેડલર્સ મુંબઈમાં ઘણી જગ્યાએ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ લોકો ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને કોને સપ્લાય કરતા હતા.
પોલીસે 3 ડ્રગ પેડલર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને 6 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
આ સમાચાર પણ વાંચો: BJPની આગામી રણનીતિ, મિશન 2024: મોદી-શાહ બંગાળમાં ‘આટલી’ જાહેર સભાઓ કરશે, આ મહિને શરૂ થશે…
મહત્વનું છે કે મુંબઈ કસ્ટમ્સ ઝોન-IIIએ ભૂતકાળમાં 140.57 કિલો ડ્રગ્સનો નાશ કર્યો હતો. નવી મુંબઈના તલોજા ખાતે મુંબઈ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (MWML) ની ભસ્મીકરણ સુવિધા (ભઠ્ઠી)માં માદક દ્રવ્યો બાળવામાં આવ્યા હતા.