ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
લોકોને નકલી વેક્સિન આપવામાં નર્સોની ભૂમિકા શું હતી એ અંગે હવે મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. હવે પોલીસ નર્સોની ભૂમિકા વિશે સખત પૂછપરછ કરશે, તેઓ આ અનધિકૃત રસીકરણ ડ્રાઇવથી વાકેફ હતી કે તેનો ભોગ બની હતી. આરોપી ગૅન્ગ દ્વારા જે સ્થળોએ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને દાવાની ચકાસણી કરવામાં આવી છે ત્યાં પણ હવે પોલીસ પહોંચી રહી છે.
પોલીસ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે ટ્રેની નર્સો દરેક ફ્રૉડ ડ્રાઇવ સમાન હતી કે તેઓ બદલી કરવામાં આવી હતી. એથી એ મુજબ તેમને સહઆરોપી તરીકે કેસ દાખલ કરવો કે તેમને આ ફ્રૉડની જાણ ન હતી એથી પીડિતની જેમ તેમની ગણના કરવી, જે પોતાના બૉસના આદેશ મુજબ કાર્ય કરી રહી હતી. એથી હવે પોલીસ આ દિશામાં પણ તપાસ કરવાની છે.
નકલી વેક્સિનેશનને મામલે મુંબઈમાં ત્રીજી FIR નોંધાઈ; જાણો હવે ક્યાં થયો ગોટાળો
ઉલ્લેખનીય છે કે કાંદિવલી પોલીસે માસ્ટરમાઇન્ડ મહેન્દ્ર પ્રતાપસિંહ, તેના સહાયક ઇવેન્ટ મૅનેજર સંજય ગુપ્તા, ચંદન ઉર્ફે લલિતસિંહ, નીતિન મોડ અને 21 વર્ષીય અકબર અલી સહિતની રાજેશ પાંડે, ખાનગી હૉસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે અને હવે નર્સની ભૂમિકા અંગે તેમની પૂછપરછ કરશે.