News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા પર અવાર નવાર એવા વીડિયો કે પોસ્ટ શેર કરે છે જે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. આ પોસ્ટ કે વિડિયો દ્વારા મુંબઈ પોલીસ મોટી સંખ્યામાં લોકોને મેસેજ આપવાનો પણ પ્રયાસ કરે છે. આ સમયે મુંબઈ પોલીસે એક એવો વીડિયો શેર કર્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો પણ મુંબઈકરોના જોરદાર વખાણ કરી રહ્યા છે.
Good morning, So this is the precious moment when those people ignoring the busy schedule and helping eachother for a moment, Doest matter how much you late or upto but helping eachother is all we do!!@MumbaiPolice @mybmc @TOIMumbai @narendramodi @abpmajhatv @BBCHindi @ABPNews pic.twitter.com/phE5yvxtMB
— medoh (@medohh777) April 29, 2023
મુંબઈ પોલીસે વીડિયો પર આ વાત કહી
મુંબઈ પોલીસે શેર કરેલા આ વીડિયોમાં કેટલાક લોકો ખોટવાયેલી બસને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે. આમાં તમામ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. બસને ધક્કો મારનારાઓમાં મુંબઈ પોલીસનો એક કોન્સ્ટેબલ પણ જોઈ શકાય છે. આ વીડિયો ‘મેદોહ’ નામના યુઝરે શેર કર્યો છે, જેના પર પ્રતિક્રિયા આપતા મુંબઈ પોલીસે લખ્યું છે કે, “મુંબઈ મોમેન્ટ્સ – Ctrl+S! મુંબઈની તાકાત તેના દરેક ‘મુંબઈકર’ના હાથમાં છે. ખાખીમાં ઉભેલા અમારા મિત્રએ તે જોયું અને શહેરને પ્રોત્સાહન આપવા માટે પોતાનો ટેકો આપ્યો.
આ સમાચાર પણ વાંચો: જાણો મેટ્રો 6 વિશે, બરાબર એક વર્ષ પછી તે શરૂ થશે. હાલ શું સ્ટેટસ છે અને કયા ફાયદા મળશે.
સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા .
@sailesh2000 યુઝરે લખ્યું કે મુંબઈકર તેમના શહેરને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. @ajinkyarahate22 યુઝરે લખ્યું કે એકતામાં તાકાત છે. @GauravGosai4 યુઝરે લખ્યું કે આ આમચી મુંબઈ છે! ગૌરવ નામના યુઝરે લખ્યું કે આ મુંબઈ મારો પ્રેમ છે. @ShelarAniketsએ લખ્યું છે કે મુંબઈવાસીઓ આ રીતે હાથ પકડવા માટે જાણીતા છે, ભલે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય. આ વીડિયો આઠ સેકન્ડનો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજાર લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે.