News Continuous Bureau | Mumbai
Mumbai Police મુંબઈ: મુંબઈ પોલીસ પ્રશાસન દ્વારા તાજેતરમાં ચોરીના કેસોમાં ઝડપી અને સફળ કાર્યવાહી કરીને ચોરી થયેલી સંપત્તિ (મુદ્દામાલ) પરત મેળવવામાં આવતા, નાગરિકોએ પોલીસ વિભાગ પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કર્યો છે. આ સિદ્ધિ બાદ, એક પ્રેસ બ્રીફિંગમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લોકોનો વિશ્વાસ મજબૂત કરવા અને તેમની મહેનતની કમાણી પાછી અપાવવા માટે પોલીસ વિભાગ સતત કામ કરતો રહેશે.પ્રેસને સંબોધતા એક પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે તેમની કામગીરી અહીં સમાપ્ત થતી નથી. તેમણે કહ્યું, “અમારી મહેનત અહીં પૂરી નથી થતી. આવનારા સમયમાં પણ અમે લોકો ચોરી થયેલી જે પણ પ્રોપર્ટી છે, જે લોકોની મહેનતની કમાણી છે, તેને લોકોને પરત આપવાની કાર્યવાહી કરતા રહીશું.”
પોલીસ અધિકારીએ નાગરિકોને અપીલ કરી કે તેમની ચોરી થયેલી વસ્તુઓની સંપૂર્ણ અને સચોટ વિગતો પોલીસને આપે, જેથી સંપત્તિ સમયસર ઝડપી શકાય.જે નાગરિકોની ચોરી ગયેલી સંપત્તિ (જેમાં રોકડ અને કીમતી સામાનનો સમાવેશ થતો હતો) તેમને પાછી મળી, તેમણે મુંબઈ પોલીસ પ્રશાસનની દિલ ખોલીને પ્રશંસા કરી.
એક નાગરિકે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મને બહુ જ સારું લાગ્યું, કારણ કે મને ખબર નહોતી કે મારી ચોરી થયેલી વસ્તુ મને પાછી મળશે કે નહીં. પરંતુ પોલીસે વિશ્વાસ અપાવ્યો અને તે ચોક્કસ મળી.”
આ સમાચાર પણ વાંચો: Mira Bhayandar Municipal Corporation: હવે મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં બધુંજ કામ માત્ર મરાઠીમાં
અન્ય એક નાગરિકે કહ્યું, “અમારા પોલીસના જવાનો ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. અમે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. તેમણે જે અમારી ચોરી થયેલી વસ્તુઓ પાછી અપાવી છે, તે માટે ખૂબ-ખૂબ આભાર.”
એક અન્ય પીડિતે તો એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે તેમને વિશ્વાસ જ નહોતો કે તેમના પૈસા પણ પાછા મળશે, પરંતુ પોલીસે જે કામગીરી કરીને બતાવી તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.