News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસની(Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) બુધવારે ગોરેગાંવમાંથી(Goregaon) 88 લાખ રૂપિયાનો ગુટખા જપ્ત(Gutkha seized) કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ગુટખાના માલની હેરફેર માટે વપરાતી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સિદ્દપ્પા(Siddappa) ઉર્ફે સિદ્ધુ શિવયોજપ્પા પૂજારી(Sidhu Sivayojappa Pujari) (40) અને સફાન સાહબ મૌલા સાહબ શેખ (Safan Sahab Maula Sahab Shaikh) (33) કર્ણાટક(Karnataka) રાજ્યમાંથી ગુટખા લાવ્યા હતા. આરોપીઓ મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ તમાકુ સપ્લાય કરવાના હતા

જપ્ત કરાયેલી સામૂહિક કિંમત એક કરોડ રૂપિયા છે, જેમાં ગુટખાના કન્સાઈનમેન્ટના(gutkha consignment) પરિવહન(Transportation) માટે ઉપયોગમાં લેવાતા વાહનની કિંમતનો પણ સમાવેશ થાય છે. આરોપી ગુટખાની ટ્રક લીલીયાનગર લઇ જવાનો હોવાની બાતમી મળી હતી, જે મુજબ છટકું ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ ખાતે ગણેશોત્સવમાં મુસલમાન ભાઈઓ એ ગણપતિબાપાના રથને હાકી ધાર્મિક એકતાનું પ્રદર્શન કર્યું- જુઓ ફોટોગ્રાફ્સ
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં(Maharashtra) કાયદા દ્વારા ગુટખાના ઉત્પાદન(Gutkha production), વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ છે. બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને FDA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
