Site icon News Continuous Bureau | Mumbai

Powai Murder Case। મુંબઈના પવઈમાં રીક્ષા ચાલકની અદાવતમાં નિર્દોષ યુવકની સરેઆમ હત્યા, આરોપી ગુજરાતથી ઝડપાયો

Powai Murder Case। અંધારામાં ઓળખવામાં ભૂલ થતાં માસૂમનો જીવ ગયો રીક્ષા પાર્કિંગના ઝઘડાનો બદલો લેવા આવેલા બિહારના નરાધમે સોયેલા અન્ય યુવક પર કર્યો જીવલેણ હુમલો, પવઈ પોલીસને મળી સફળતા.

Powai Murder Case। મુંબઈના પવઈમાં રીક્ષા ચાલકની અદાવતમાં નિર્દોષ યુવકની સરેઆમ હત્યા, આરોપી ગુજરાતથી ઝડપાયો

Powai Murder Case। મુંબઈના પવઈમાં રીક્ષા ચાલકની અદાવતમાં નિર્દોષ યુવકની સરેઆમ હત્યા, આરોપી ગુજરાતથી ઝડપાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Powai Murder Case। મુંબઈના પવઈ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી હત્યાના કેસનો ભેદ ઉકેલવામાં પવઈ પોલીસને મોટી સફળતા મળી છે. રીક્ષા ચાલક સાથે થયેલા જૂના ઝઘડાનો બદલો લેવા ગયેલા નરાધમે અંધારામાં ભૂલથી ત્યાં સૂતેલા એક અન્ય નિર્દોષ યુવકને જ રીક્ષા ચાલક સમજીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પવઈ પોલીસે આ ચકચારી કેસના મુખ્ય આરોપીની ગુજરાતના સુરત ખાતેથી ધરપકડ કરી લીધી છે.

સાકીવિહાર રોડ પર લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો યુવક, ૧००થી વધુ સીસીટીવી તપાસાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે પવઈના સાકીવિહાર રોડ પર આવેલા ટુંગા ગામ વિસ્તારમાં લોઢા સુપ્રિમસ આઉટ ગેટ નજીક એક યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો હોવાની માહિતી પવઈ પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઘાયલ યુવકને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની છાતીના ભાગે ધારદાર શસ્ત્રના ઊંડા ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આ ચકચારી હત્યા પ્રકરણે અજ્ઞાત હુમલાખોર સામે હત્યાનો ગુનો નોંધી પવઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વિસ્તારના ૧૦૦ થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને કડીઓ મેળવવાનું શરૂ કર્યું હતું.

મુંબઈ પોલીસની ટીમ ગુજરાત રવાના, સુરતમાંથી બિહારના આરોપીને દબોચ્યો

તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંશયાસ્પદ આરોપી ગુનો આચરીને ગુજરાત ભાગી ગયો છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ખાસ પોલીસ ટીમ તાત્કાલિક ગુજરાત રવાના કરવામાં આવી હતી. આ ટીમે સુરતના પુષ્પકનગર વિસ્તારમાંથી આરોપીને તાબામાં લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મૂળ બિહારનો વતની છે અને હાલ પવઈના ટુંગા ગામમાં જ રહેતો હતો.

રીક્ષા પાર્કિંગના વિવાદમાં ઘડાયો હતો હત્યાનો પ્લાન, અંધારાના કારણે નિર્દોષનો લેવાયો જીવ

આરોપીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે, થોડા દિવસો પહેલાં તે પોતાના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો, ત્યારે વિસ્તારમાં રીક્ષા પાર્ક કરવા બાબતે એક સ્થાનિક રીક્ષા ચાલક સાથે તેની ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા માટે તેણે રીક્ષા ચાલક પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાની રાત્રે જે જગ્યાએ રીક્ષા ચાલક સૂતો હતો, ત્યાં સંજોગોવસાત આ નિર્દોષ યુવક સૂઈ ગયો હતો. આરોપી મોડી રાત્રે ધારદાર હથિયાર સાથે ત્યાં પહોંચ્યો અને અંધારામાં ઓળખવામાં ભૂલ થતાં તેણે તે યુવકને જ રીક્ષા ચાલક સમજીને તેની છાતીમાં ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. હાલ પવઈ પોલીસ આરોપીને મુંબઈ લાવીને આગળની કાનૂની કાર્યવાહી ચલાવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Gold Heist। દાદરમાંથી ૪.૫૧ કરોડનું ૩ કિલો સોનું લઈને ફરાર થયેલો આરોપી પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો શિવાજી પાર્ક પોલીસની મોટી સફળતા

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version