ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
આજે સવારે બે કલાક માટે જાણે મુંબઈ થંભી ગઈ હતી આગળ આવું ક્યારેય ન બન્યું હોવાથી મુંબઇગરાઓ માં જાતજાતની વાતો ચર્ચાઈ રહી હતી.. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે પાવર ગ્રીડ ફેઈલ થવાને કારણે આખા મુંબઈની લાઈટ ગઈ છે ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો હતો.. મહાનગરમાં આવી રીતે પાવર કટ થવાની વાતની ગંભીરતા ને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની તાત્કાલિક તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે ઉર્જા પ્રધાન ડૉ.નીતિન રાઉત સાથે પણ ચર્ચા કરી અને નિર્દેશ આપ્યો કે મુંબઇ તેમજ મુંબઈ મહાનગર વિસ્તારમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા તાત્કાલિક પ્રયાસો કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ..
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં વીજળીની સંપૂર્ણ પુરવઠા અને પાવર કટ માટે કોણ અને કયા કારણો જવાબદાર છે. તેની પાછળની તકનીકી ખામીની પણ પૂછપરછ કરવા નિર્દેશ આપ્યા છે. દરમિયાન સવારે મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલને પણ સુચના આપી હતી કે, હોસ્પિટલોને વીજ પુરવઠો આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી પાવર અવિરત રહે જેથી દર્દીઓને કોઈ તકલીફ ન પડે.
તેમણે મુખ્ય સચિવ અને મંત્રાલય કંટ્રોલ રૂમને પણ જાગ્રત રહેવા ના આદેશો આપ્યાં. કન્ટ્રોલરૂમ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક મદદ પુરી પાડવા જણાવ્યું હતું. જેથી વીજળી ન આવવાને કારણે અન્ય કોઈ અકસ્માત ન થાય. તેમણે અસરગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક રાહત માટે ઉપનગરીય રેલ્વેને રેલ્વે વહીવટ સાથે સંકલન કરવા નિર્દેશ આપ્યાં હતાં. આમ મુંબઇમાં ઉચ્ચ સ્તરથી લઈને નીચે સુધીની મશીનરી એકશન મોડમાં આવી ગઈ હતી..