News Continuous Bureau | Mumbai
Mumbai : મુંબઈ પોલીસે ( Mumbai Police ) મુંબઈ શહેરમાં ધારા 144 ( Section 144 ) લાગુ કરી છે. આ માટે કોઈપણ પ્રકારની સાર્વજનિક ગતિવિધિઓ પર અંકુશ રહેશે. સાર્વજનિક જગ્યા પર ચારથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે તેમજ ડ્રોન ( Drone ) ઉડાડવા સંદર્ભે પરવાનગી લેવી પડશે.
મુંબઈ શહેર ( Mumbai ) પર સતત આતંકવાદી હુમલા નો જોખમ રહેલું હોય છે આ સંદર્ભે મુંબઈ પોલીસે અગમચેતીનું પગલું લીધું હોય તેવું લાગે છે. 20 મી ડિસેમ્બર થી શરૂ કરીને 18મી જાન્યુઆરી 2024 સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે. બુલેટની આ છે કે આ સમયગાળા દરમિયાન ન્યુ યર અને ક્રિસ્મસ ફેસ્ટિવલ આવી રહ્યા છે. આ પ્રકારે મુંબઈ પોલીસે ગત વર્ષે પણ મુંબઈ શહેરમાં ધારા 144 લાગુ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Criminal Laws Bill: બ્રિટિશ યુગના અપરાધિક કાયદામાં મોટા ફેરફારોની તૈયારી, લોકસભામાં વોઇસ વોટથી આ ત્રણ નવા બિલ પાસ