News Continuous Bureau | Mumbai
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર હાલ સમારકામનું કામ ચાલી રહ્યું છે. જેથી અમુક સ્થળોએ હાઈવે 2 કલાક માટે બંધ રાખવામાં આવે છે અને વાહનો મુંબઈ-પુણે જૂના રોડ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હાઈવે પર સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
દરમિયાન મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ(commuters ) માટે ટોલ માફ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ
મહારાષ્ટ્ર્ની રાજ્ય સરકારે (Maharashtra State Govt) આદેશ આપ્યો છે કે શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહનો પાસથી ટોલ ન(Toll Free) વસૂલવામાં આવે. જોકે આ ટોલ માફી માત્ર 27 ઓગસ્ટ શનિવાર માટે જ રહેશે. તેથી જે લોકો સપ્તાહના અંતે આ રૂટ પર મુસાફરી કરવા માગે છે તેમના માટે આ સારા સમાચાર છે.
કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર ચાલી રહેલા કામ અને ગણેશોત્સવના(Ganeshotsava) પ્રસંગે સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.