News Continuous Bureau | Mumbai
Mumbai-Pune Expressway Closed: આજે ફરી એકવાર બપોરે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 12 થી 1 વાગ્યા સુધી એક કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક એક્સપ્રેસ વે પર મોટા ડાયરેક્શનલ બોર્ડ લગાવવા માટે લેવામાં આવશે.આ મહત્વના કામને કારણે મંગળવારે ( Mumbai-Pune Expressway closed ) બપોરે 12 થી 1 વાગ્યા સુધી એક્સપ્રેસ વે પર હળવા અને ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. . આ સમયગાળા દરમિયાન મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો ( alternate route ) નો ઉપયોગ કરી શકે છે
Mumbai-Pune Expressway Closed: આ છે વૈકલ્પિક માર્ગ
આ પત્રિકા અનુસાર, પૂણે તરફ જતા વાહનો કલંબોલી સર્કલથી જમણો વળાંક લઈ શકે છે અને NH 48 (જૂના મુંબઈ-પુણે હાઈવે)નો ઉપયોગ કરીને તેમની મુસાફરી ચાલુ રાખી શકે છે. એ જ રીતે, પ્રવાસીઓ NH 48 સુધી પહોંચવા અને પુણે પહોંચવા માટે કલંબોલી-કરંજડે-પાલસ્પે માર્ગનો ઉપયોગ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai fire : મુંબઈના આ વિસ્તારમાં વહેલી સવારે ફાટી નીકળી આગ, આટલા લોકો થયા ઘાયલ; ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર…
આ ઉપરાંત, મુંબઈ-પુણે એક્સપ્રેસવે (9.8 કિમી) સાથે મર્જ કરવા માટે કોન બ્રિજ પરથી વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે મુંબઈથી પુણે આવતા ટ્રાફિકને પણ NH 48 પર શિંગરોબા ઘાટથી ડાયવર્ટ કરી શકાય છે.