હવે મુંબઈથી પુણે જવું પડશે મોંઘુ, 1 એપ્રિલથી લાગુ થશે નવા ટોલ દરો.. જાણો નવા ટોલ રેટ

by Dr. Mayur Parikh
Mumbai-Pune expressway toll to be hiked by 18 per cent from April 1

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સૌથી વ્યસ્ત પરિવહન માર્ગો પૈકીના એક એવા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુસાફરી ટૂંક સમયમાં મોંઘી થઈ જશે. કારણ કે, નવા નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે 1લી એપ્રિલ 2023થી ટોલની રકમમાં 18 ટકાનો વધારો થશે.

આ વધારો 2004માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન હેઠળ કરવામાં આવશે. આ નોટિફિકેશન મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર દર ત્રણ વર્ષે ટોલની રકમમાં 18 ટકાનો વધારો કરવામાં આવે છે. અગાઉ 1 એપ્રિલ, 2020 ના રોજ વધારો થયો હતો. જો કે, MSRDCએ માહિતી આપી છે કે આ દરો હવે 2023થી લાગુ થશે.

મુંબઈ અને પુણેના બે મહાનગરોને જોડતો આ માર્ગ ટ્રાફિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે અનેક વખત આ માર્ગ પર ટ્રાફિક જામના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. આ રોડ પર અનેક અકસ્માતો થયા છે. જેથી આ માર્ગ અંગે સતત ચર્ચા થતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : 1 લાખ રૂપિયા અને બે વર્ષની જેલ… બેંક કર્મચારીની આધાર સાથે બેંક એકાઉન્ટ જોડવાની ભૂલ કર્મચારીને ભારે પડી, જાણો પૂરો મામલો….

આ ટોલ દરોમાં વધારો કરવામાં આવશે
  • વાહનનો પ્રકાર વર્તમાન દર નવા દર
  • ફોર વ્હીલર 270 320
  • ટેમ્પો 420 495
  • ટ્રક 580 685
  • બસ 797 940
  • ત્રણ એક્સેલ 1380 1630
  • એમ એક્સેલ 1835 2165
Join Our WhatsApp Community

You may also like