Home શહેરમુંબઈરવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

by Dr. Mayur Parikh
Mumbai : Railways to operate 'Mega block' on these routes on sunday

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આવતીકાલે એટલે કે રવિવાર, 9મી એપ્રિલ 2023ના રોજ મધ્ય રેલવેની હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે. તેથી, રવિવારે નીકળતા પહેલા, મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મેગા બ્લોક નું સમયપત્રક તપાસે.

મધ્ય રેલવેની હાર્બર લાઇન પર મેગા બ્લોક
સવારે 10.34 થી બપોરે 3.36 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર/વાશી સુધીની હાર્બર લાઇનની ટ્રેનો અને વાશી/બેલાપુર/પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.16 વાગ્યાથી બપોરે 3.47 વાગ્યા સુધીની ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં પ્રવાસીઓ માટે નવું નજરાણું! મરીન ડ્રાઈવની ‘આ’ જૂની જેટીની જગ્યા પર બનશે ‘સી-સાઇડ પ્લાઝા’ .. જાણો શું છે પાલિકાની યોજના..

બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે.
હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ થઈને ટ્રાન્સહાર્બર રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કલ્યાણ વચ્ચેની મુખ્ય લાઇન પર કોઈ મેગા બ્લોક નથી.
આ જાળવણી મેગાબ્લોક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. તેથી, રેલવે પ્રશાસને મુસાફરોને પડનારી અસુવિધા માટે માફી માંગી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More