Site icon

 Mumbai Rain :ભારે વરસાદને કારણે બોરીવલી નેશનલ પાર્કનું ગટર થયું ઓવરફ્લો, નાળામાં ફસાયા 20 પ્રવાસીઓ, વન વિભાગ અધિકારીઓએ આ રીતે બચાવ્યા. જુઓ વિડીયો.. 

Mumbai Rain :  મુંબઈનું તુલસી તળાવ જે આખા શહેરને પાણી પૂરું પાડે છે તે ઓવરફ્લો થઈ ગયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે તુલસી તળાવ ઓવરફ્લો થઈ ગયું છે જે મુંબઈના લોકો માટે રાહતના સમાચાર છે. 

Mumbai Rain 20 Trapped People Form Human Chain To Brave Raging Floods in Mumbai

Mumbai Rain 20 Trapped People Form Human Chain To Brave Raging Floods in Mumbai

  News Continuous Bureau | Mumbai

 Mumbai Rain : ગત રાતથી મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. થોડો સમય વિરામ લીધા બાદ આજે સવારે ફરી વરસાદ શરૂ થયો હતો. જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન બોરીવલીમાં સંજય ગાંધી નેશનલ ખાતે ભારે વરસાદને કારણે, એક ગટર અચાનક ઓવરફ્લો થઈ ગયુ, જેમાં 20 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા. 

Join Our WhatsApp Community

 Mumbai Rain : વન વિભાગે લોકોને બચાવ્યા

જોકે ગટર ઓવરફ્લો થયા પછી, વન વિભાગને તેમાં ફસાયેલા લોકો વિશે માહિતી મળી, જેના પછી તરત જ વિભાગના કર્મચારીઓ તેમને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા. નાળાની એક બાજુથી બીજી તરફ જવા માટે વિભાગના કર્મચારીઓની મદદથી માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને આ સાંકળની મદદથી લોકોને ઝડપથી વહેતી ગટર પાર કરાવવામાં આવી હતી. બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા; જુઓ વિડીયો…

 Mumbai Rain :તુલસી તળાવ ઓવરફ્લો થયું

આ ઘટના ત્યારે બની હતી જ્યારે SGNP ખાતે તુલસી તળાવ ઓવરફ્લો થઇ ગયું હતું અને અવિરત વરસાદને પગલે શનિવારે સવારે 8:30 વાગ્યે નજીકના વિસ્તારોમાં ઓવરફ્લો પાણી ભરાઈ ગયું હતું. મુંબઈમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ યલો એલર્ટ જારી કર્યું છે અને 20 અને 21 જુલાઈએ શહેરમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. 

શુક્રવારે સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધીના 13 કલાકમાં શહેરમાં 52.89 મીમી વરસાદ નોંધાયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version