News Continuous Bureau | Mumbai
Mumbai Rain : બુધવારે સાંજે 5 વાગ્યા પછી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલા મુશળધાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળી નાખ્યું હતું. લગભગ પાંચ કલાક સુધી પડેલા આ વરસાદે ચાર લોકોના જીવ લીધા હતા. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી. આ સિવાય મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
Mumbai Rain : 4 લોકોના મોત
વરસાદના કારણે અંધેરી પૂર્વમાં એક 45 વર્ષીય મહિલાનું ડૂબી જવાથી મોત થયું હતું. કલ્યાણમાં વીજળી પડવાથી પથ્થરની ખાણમાં કામ કરતા બે લોકોના મોત થયા છે. આ સિવાય ઝેનિથ વોટરફોલ પાસે અન્ય એક મહિલાનું ડૂબી જવાથી મોત થયું હતું.
Mumbai Rain : પવઈમાં સૌથી વધુ વરસાદ
સાંજે 5 થી 10 વાગ્યાની વચ્ચે પવઈમાં 234 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે માનખુર્દમાં 276 મીમી વરસાદ નોંધાયો હતો. આ જ સમયગાળા દરમિયાન ઘાટકોપરમાં 259 મીમી અને વિક્રોલીમાં 186 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મેઘરાજાએ મુંબઈને ધમરોળી નાખ્યુ, આજે રેડ એલર્ટ; તમામ સ્કૂલ-કોલેજોમાં રજા..