News Continuous Bureau | Mumbai
Mumbai Rain Accident મુંબઈમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે અંધેરી પશ્ચિમમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ડી.એન. નગર મેટ્રો સ્ટેશન નજીક રસ્તા પર એક વિશાળ ઝાડ ધરાશાયી (Collapse) થતાં ત્યાંથી પસાર થઈ રહેલી એક બસ અને રિક્ષા તેના નીચે દબાઈ ગઈ હતી.
Mumbai Rain Accident – અચાનક સર્જાયેલી આફત
મંગળવારે બપોરે જ્યારે વરસાદનું જોર યથાવત હતું, ત્યારે અંધેરીના વ્યસ્ત માર્ગ પર એક જૂનું અને વિશાળ વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તા પર પટકાયું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક બેસ્ટ બસ (BEST Bus) અને ઓટો-રિક્ષા ઝાડની નીચે આવી ગઈ હતી. સદનસીબે, મોટાભાગના મુસાફરો સુરક્ષિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જોકે આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી (Chaos) મચી ગઈ હતી.
Mumbai Rain Accident – બચાવ કામગીરી અને ઈજાગ્રસ્તો
આ દુર્ઘટનામાં એક બાઈક સવાર પણ ઝાડની ઝપેટમાં આવી ગયો હતો, જે સામાન્ય ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે કૂપર હોસ્પિટલ (Cooper Hospital) ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સ દ્વારા કટર અને અન્ય મશીનોની મદદથી ઝાડના કાટમાળને હટાવવાની કામગીરી (Rescue Operation) યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી શકાય.
Mumbai Rain Accident – ચોમાસામાં જોખમી ઝાડની સમસ્યા
અંધેરીની આ ઘટના બાદ મુંબઈમાં ચોમાસા દરમિયાન જોખમી અને જૂના વૃક્ષોની જાળવણીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા અગાઉ જોખમી વૃક્ષોને કાપવા અથવા તેના ડાળખાં છાંટવાની સૂચના આપવામાં આવી હતી, છતાં આવી ઘટનાઓ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરે છે. ભારે પવન અને સતત વરસાદને કારણે ઝાડ ધરાશાયી થવાનું જોખમ વધી જાય છે, તેથી પાલિકાએ નાગરિકોને આવી પરિસ્થિતિમાં સાવચેત રહેવા અને ઝાડ નીચે વાહન ઉભા ન રાખવા અપીલ કરી છે.
👉 આ સમાચાર વાચો:
BMC AntiEncroachment Drive ઘાટકોપરમાં ફૂટપાથ પરથી ગેરકાયદેસર દુકાનો અને વાચનાલયો હટાવાયા