News Continuous Bureau | Mumbai
Mumbai Rain: મુંબઈમાં જુલાઈની શરૂઆતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં શરૂઆતમાં પહેલા ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. જે બાદ વરસાદે જોર પકડ્યું હતું. થોડા અઠવાડિયા પહેલા મુંબઈમાં ભારે વરસાદ ( Heavy Rain ) પડ્યો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ખાસ વાત એ છે કે આમાં ચાર મહિના જેટલો વરસાદ આ વર્ષે માત્ર બે મહિનામાં જ વરસી પડ્યો હતો. મુંબઈ હવામાન વિભાગે ( IMD ) આ અંગે માહિતી આપી છે.
જુલાઈ મહિનામાં મુંબઈમાં સારો વરસાદ થયો હતો. આનાથી ઘણા ડેમ અને તળાવ વિસ્તારોમાં પાણીના સંગ્રહમાં પણ વધારો થયો છે. હવે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં વરસાદી ઋતુનો 86 ટકા વરસાદ બે મહિનામાં જ વરસી ગયો છે.
Mumbai Rain: હવામાન વિભાગ તરફથી ફરી આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે….
મુંબઈમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના વરસાદ પડે છે. આમાંના કેટલાક મહિનામાં બહુ ઓછો વરસાદ પડે છે. કેટલાક મહિનામાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. આ વર્ષે જૂન અને જુલાઈ એમ બે મહિનામાં 86 ટકા વરસાદ થયો છે. જેના કારણે ચોમાસાના ચાર મહિનામાં એટલે કે 1લી જૂનથી 30મી સપ્ટેમ્બર સુધી માત્ર બે મહિનામાં જ મુશળધાર વરસાદ વડ્યો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સમાં યુએસએની બાસ્કેટ બોલ ટીમ છે સૌથી અમીર, દરેક ખેલાડીઓછે કરોડોની સંપત્તિના માલિક…. જાણો વિગતે..
ગયા અઠવાડિયે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ( Maharashtra heavy rain ) થયો હતો. જે બાદ વરસાદે વિરામ લીધો હતો. હવે હવામાન વિભાગ તરફથી ફરી આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે. 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની ઋતુ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મુંબઈના કોલાબામાં કેન્દ્રમાં સરેરાશ 2213.4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંતાક્રુઝ સેન્ટરમાં સરેરાશ 2502.3 મીમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે, જોકે, કોલાબા કેન્દ્રમાં કુલ સરેરાશ વરસાદના 86 ટકા અને સાંતાક્રુઝ કેન્દ્રમાં સરેરાશ વરસાદના 81 ટકા વરસાદ માત્ર બે મહિનામાં નોંધાયો છે.
મુંબઈમાં 1 જૂનથી 30 જુલાઈ સુધી કોલાબામાં 1893.7 મિમી અને સાંતાક્રુઝમાં 2037.4 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં કોલાબા કેન્દ્રમાં 648.7 મીમી જ્યારે સાંતાક્રુઝ કેન્દ્રમાં 673.5 મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન, હવામાન વિભાગે ( IMD Forecast ) આગામી બે-ત્રણ દિવસ મુંબઈની સાથે થાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.