News Continuous Bureau | Mumbai
Mumbai rain: મુંબઈમાં (Mumbai) ફરી વરસાદનું જોર વધ્યું છે. સતત પડી રહેલા વરસાદ ( Mumbai Rain News ) ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. મુંબઈમાં શહેર અને ઉપનગરોમાં રાતથી પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. વરસાદના કારણે મધ્ય રેલવે 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે. જ્યારે પશ્ચિમ રેલવે 5 થી 6 મિનિટ મોડી દોડી રહી છે અને હાર્બર રેલવે પણ 5 થી 6 મિનિટ મોડી દોડી રહી છે.
Mumbai rain: સ્ટેશન પર મુસાફરોની ભીડ
જોકે મુંબઈ( Mumbai news ) માં વરસાદ વધી ગયો હોવા છતાં એકપણ રેલવે સ્ટેશનમાં ટ્રેક પર પાણી જમા થયા નથી. જેના કારણે ટ્રેન વ્યવહાર ચાલુ છે. પરંતુ લોકલ ટ્રેનો નિર્ધારિત સમયથી થોડી મોડી દોડી રહી છે. કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેનો દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હોવાથી કલ્યાણ સ્ટેશન પર નોકરિયાતોની અને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવતી લાંબા અંતરની ટ્રેનોને કારણે સિગ્નલના અભાવે લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Bandra Worli Sea Link Suicide: મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર વેપારીએ દરિયામાં ઝંપલાવ્યું; પોલીસને સુસાઇડ નોટ પણ મળી, તપાસ શરૂ.
Mumbai rain: રસ્તાઓ પર પાણી, ટ્રાફિક ધીમો
દરમિયાન ભારે વરસાદ ( Heavy Rain ) ને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી જમા થયા છે. દાદર પૂર્વમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી જમા થયું હોવાના અહેવાલ છે. માટુંગા-સાયન કિંગ્સ સર્કલ ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી જમા થવા લાગ્યું છે. જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ છે. અને વિવિધ સ્થળોએ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રોડ પર પણ પાણી ભરાવા લાગ્યા છે. થાણેમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરમિયાન, આ વરસાદની પૃષ્ઠભૂમિમાં, વહીવટી તંત્ર તરફથી નાગરિકોને યોગ્ય તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.