News Continuous Bureau | Mumbai
Mumbai Rain: મુંબઈ શહેર અને ઉપનગરોમાં આજે વરસાદ થયો છે. મુંબઈ(Mumbai) ના પશ્ચિમી ઉપનગરોમાં અંધેરી, મલાડ વિસ્તારમાં બપોરે 12 વાગ્યા પછી વરસાદ(Heavy rain)ની તીવ્રતા વધી ગઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી(Waterlogged) ગયા છે. અનેક દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે. બીજી તરફ મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, અસલ્ફા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રેલવે સ્ટેશનના પાટા પર પાણી જમા થવા લાગ્યું છે.
L.B.S Marg Ghatkopar water logging creates inconvenience to commuters. @mybmc @mumbairailusers #mumbairain pic.twitter.com/fq3DvJ02j8
— Sahil shaikh (@sahil_n_you) July 21, 2023
રસ્તાઓ અને લોકલ રેલ વ્યવહારને પણ અસર થઈ છે
મુંબઈ શહેર અને ઉપનગરોમાં વધેલા વરસાદની અસર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક (Traffic) ધીમો પડી ગયો છે. જો મુસળધાર વરસાદ(Heavy Rain) ચાલુ રહે અને પાણી દરિયામાં ન વહી જાય તો સાંજના પરત ફરતા નોકરિયાતો ફરી મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે. જો કુર્લા, સાયન, માટુંગા સહિતના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જશે તો લોકલ સેવાઓ(Local Train) બંધ થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે.
4 to 5 feet water accumulated due to heavy rain, Andheri subway closed for traffic
#Mumbai #Mumbinews #Mumbairain #Rainfall pic.twitter.com/Ch9Ztg9Rce
— Siraj Noorani (@sirajnoorani) July 21, 2023
આ સમાચાર પણ વાંચો: PMFME scheme :શું તમે પોતાનું નવું નાનું ફુડ પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો સરકારની આ સ્કીમમાં મળશે એક કરોડ સુધીની લોન તથા ૩૫ ટકા સબસીડી..
અંધેરી સબવે વાહનવ્યવહાર માટે બંધ
મુંબઈના કિંગ્સ સર્કલ, અંધેરી સબવેમાં પાણી જમા થયા છે. અંધેરી સબવેમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અંધેરી સબવેની નીચે 2 થી 3 ફૂટ પાણી જમા થવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ વરસાદને કારણે વસઈ-વિરારમાં તળાવો ઓવરફ્લો થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી આવી ગયા છે. તેથી કુદરતે માણસો દ્વારા ફેંકવામાં આવેલો કચરો પરત કર્યો હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. વસઈનો એવરશાઈન સિટી રોડ કચરોથી ભરેલો છે. હવે સફાઈ કામદારો સામે કચરો ઉપાડવાનો પડકાર ઉભો થયો છે.
#Waterlogging In sion circle, kingcircle and chunnabhatti#mumbairain pic.twitter.com/4xTUVD7G1v
— Rahul Sisodia (@Sisodia19Rahul) July 21, 2023
થાણે, નવી મુંબઈ વિસ્તારમાં પણ ભારે વરસાદ
થાણે, નવી મુંબઈ વિસ્તારમાં પણ વરસાદનું જોર વધ્યું છે. સવારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ બપોર બાદ ફરી વરસાદનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરીના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. થાણે જિલ્લામાં સતત બે દિવસથી શાળાઓ બંધ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી વહીવટીતંત્ર લઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
.. @mybmc and @mybmcWardHE
See the condition of #khar East #OrangeAlert in #Mumbai #MumbaiRain #waterLogging pic.twitter.com/dDzqgBvqjm— Priya Pandey (@priyapandey1999) July 21, 2023