News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. લગભગ 15 થી 20 દિવસના મોટા વિરામ બાદ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે. ગઈ કાલે પડેલા વરસાદને લીધે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ, બાંદ્રામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Mumbai Rain : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો
મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો; જુઓ વીડિયો#Monsoon2024 #MumbaiRains #WesternExpressHighway #TrafficUpdate #WeatherUpdate #ViralVideo #RainyDays pic.twitter.com/X7bOecYbWz
— news continuous (@NewsContinuous) September 26, 2024
Mumbai Rain : નીચાણવાળા વિસ્તતઓમાં ભરાયા પાણી
ગઈકાલે પડેલા અનરાધાર વરસાદે મુંબઈની ગતિને બ્રેક લગાવી દીધી હતી. વરસાદ એવા સમયે પડ્યો હતો જ્યારે લોકો તેમના કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે લોકો ફસાઈ ગયા હતા. મુંબઈના કુર્લા ઈસ્ટ, નહેરુ નગર, ચેમ્બુરમાં પણ પાણી ભરાયાની તસવીરો જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જોગેશ્વરી અને મલાડ વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર હબ મોલ, ઓબેરોય મોલ અને ટ્રોમાકેર હોસ્પિટલની બહાર ભારે ટ્રાફિક જામ થયો હતો. .
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં માત્ર 5 કલાકમાં 200 mm ખાબક્યો વરસાદ, આટલા લોકોનો લીધો ભોગ; જાણો આંકડા..