News Continuous Bureau | Mumbai
Mumbai Rain :મુંબઈ, થાણે, વિસ્તારમાં વરસાદે પુનરાગમન કર્યું છે. હવામાન વિભાગે આજે આ બંને જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી સાચી પડી છે અને સવારથી મુંબઈના અંધેરી, વિરાર, ભાઈંદર, થાણે, મુલુંડ, કલ્યાણ, ડોમ્બિવલી, બદલાપુર, અંબરનાથ અને નવી મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે લોકલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે અને કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.
Mumbai Rain : મુંબઈ અને તેની આસપાસ ચોમાસું ફરી સક્રિય થયું
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આરામ લીધો હતો. શહેરમાં ગરમી હતી. જેથી શહેરીજનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મુંબઈ અને તેની આસપાસ ચોમાસું ફરી સક્રિય થયું છે. શુક્રવારે મુંબઈમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. જો કે શનિવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
Mumbai Rain :રોડ રેલ પરિવહન પર અસર
આજે વહેલી સવારથી મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે ટ્રેન સેવાને અસર થઈ છે. અંધેરી, વિરાર, ભાઈંદર, થાણે, મુલુંડ, કલ્યાણ, ડોમ્બિવલી, બદલાપુર, અંબરનાથ અને નવી મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે રેલવેની ત્રણેય લાઈનો પરની લોકલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. તો કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે. મુંબઈની જીવાદોરી સમાન ઉપનગરીય ટ્રેન સેવાની ગતિ પણ ધીમી પડી ગઈ છે.
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Water Cut : મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, આજે આ વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે બંધ..
Mumbai Rain : મોડીરાતથી ભારે વરસાદ ચાલુ
મુંબઈ થાણેમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ છે. વરસાદના કારણે મુંબઈ અને થાણેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. મુંબઈમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈની સાથે પૂણે, સતારા અને વિદર્ભના કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કોંકણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.