News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. જ્યાં અકોલા માં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ મુંબઈ ( Mumbai ) માં ભેજવાળા વાતાવરણને કારણે શહેરીજનો ગરમીનો અનુભવી રહ્યા છે.
Mumbai Rain : મુંબઈમાં વરસાદની શક્યતા
સવારથી જ ગરમીનો અહેસાસ થતાં મુંબઈગરા ઓ હેરાન થઈ ગયા છે. દરમિયાન, આગામી ત્રણથી ચાર દિવસ મુંબઈ સહિત ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આજથી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ( Light rains ) ની શક્યતા છે. મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
Mumbai Rain : વાદળછાયું વાતાવરણ રહેશે
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ સુધી મુંબઈ સહિત ઉપનગરોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. મહારાષ્ટ્ર ( Maharashtra ) માં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લાઓમાં ચોમાસા પહેલાના વરસાદની પણ અપેક્ષા છે. સોમવારે સવારથી મુંબઈ ( Mumbai weather ) માં વાદળછાયું વાતાવરણ હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai-Pune Expressway Closed: મુંબઈ-પુણે એક્સપ્રેસવે આજે એક કલાક માટે બંધ રહેશે; આ રહેશે વૈકલ્પિક માર્ગો.. જાણો વિગતે..
દરમિયાન મરાઠવાડા અને વિદર્ભમાં આગામી 24 કલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પુણે, રત્નાગિરી, રાયગઢ, કોંકણ, સોલાપુર, સતારા, સાંગલી, કોલ્હાપુર જિલ્લામાં વરસાદની આગાહી છે.
Mumbai Rain : મુંબઈમાં ક્યારે પહોંચશે ચોમાસુ
હવામાન વિભાગે કહ્યું છે કે અહમદનગર, નાસિક, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, ધુલે, નંદુરબાર, પાલઘર, થાણે જિલ્લામાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું ( Monsoon ) 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે અને પછી 12 જૂન સુધીમાં મુંબઈ પહોંચશે.