News Continuous Bureau | Mumbai
Mumbai Rains: મુંબઈ(Mumbai)માં ચાલી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પ્રભાવિત થઈ છે. સવારથી ભારે વરસાદને કારણે કુર્લા સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેન પર પડી છે. કુર્લા સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાને(Waterlogging) કારણે હાર્બર લાઇન પરની લોકલ સેવાઓ(Local train) ખોરવાઈ ગઈ હતી. હાર્બર લાઇન વડાલાથી માનખુર્દ સુધી લોકલ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
At kurla station 2.45 pm 21 July 2023 pic.twitter.com/4PfvkFtuSH
— rupesh ghadigaonkar (@rupgaon) July 21, 2023
વડાલા લોકલ ડાઉન હાર્બર સીએસએમટીથી ચાલી રહી છે. પનવેલ લોકલ સેવા પણ ડાઉન હાર્બર માનખુર્દથી ચાલી રહી છે. દરમિયાન વરસાદની અસર મધ્ય રેલવે પર પણ પડી છે. મધ્ય રેલવેના અપ અને ડાઉન રૂટ પર લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Rahul Gandhi Defemation Case : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને SC તરફથી ન મળી રાહત, આ ભાજપ નેતા અને ગુજરાત સરકારને ફટકારી નોટીસ..
Kurla west Station masjid Mumbai
@mybmc @mybmcWardL Very bad situation
sincerely nallahs works not done by authorities every year before monsoon 🙈 pic.twitter.com/y1AMh5opDG— Fuzail Ahmed Siddiqui (@FuzailAhmedSid3) July 21, 2023
ભારે વરસાદથી મુંબઈ લોકલ પ્રભાવિત
હાર્બર લાઇન(Harour line) પર કુર્લા સ્ટેશન(Kurla station) પાણી ભરાઈ ગયું છે. વડાલાથી માનખુર્દ સેક્શન સુધી ડાઉન હાર્બર લાઇન પર ઉપનગરીય વાહનવ્યવહાર સલામતીની સાવચેતી તરીકે બંધ કરવામાં આવ્યો છે. વડાલાથી માનખુર્દ ટ્રેન સેવા બપોરે 2.45 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી છે. અન્ય લોકલ સેવાઓ સરળતાથી ચાલી રહી છે. ડાઉન વડાલાથી માનખુર્દ સિવાય હાર્બર લાઇન અપ અને મેઇન લાઇન પર ટ્રેનો દોડી રહી છે. ડાઉન હાર્બર લોકલ CSMT થી વડાલા/ગોરેગાંવ સુધી ચાલે છે જ્યારે ડાઉન હાર્બર લોકલ માનખુર્દથી પનવેલ સુધી ચાલે છે.