News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈમાં પાણી કાપનો સામનો કરી રહેલા મુંબઈના લોકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે, મુંબઈના લોકોની તરસ છીપવતા સાત જળાશયોમાંથી 3 તળાવો – તાનસા તળાવ, તુલસી તળાવ અને વિહાર તળાવ – ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઇ રહ્યા છે. ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને મોડક સાગર તળાવો પણ ભરાઈ જવાના આરે છે. સાત તળાવોમાંથી 3 તળાવો ભરાઈ ગયા છે.
Mumbai Rain : તાનસા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
BMCએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને આ અંગે જાણકારી આપી છે. BMCએ સૌથી પહેલા સાત મોટા તળાવોમાં તાનસા તળાવ વિશે માહિતી આપી હતી. BMCએ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાંથી એક તાનસા તળાવ બુધવારે સાંજે લગભગ 4:16 વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું. તાનસા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે 3,315 ક્યુસેકના દરે પાણી છોડવામાં આવી રહ્યું છે. તાનસા તળાવની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા 14,508 કરોડ લિટર છે.
⛈️ Vihar Lake, one of the 7 lakes supplying water to the entire Mumbai metropolitan area, started overflowing at around 3:50 AM today. The full storage capacity of Vihar Lake is 2,769.8 crore liters (27,698 million liters).#MumbaiRains #MyBMCUpdate@CMOMaharashtra… pic.twitter.com/jRtZ0hmlNK
— माझी Mumbai, आपली BMC (@mybmc) July 25, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદ પડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી; જાણો હવામાન વિભાગનો વર્તારો..
તુલસી અને તાનસા પછી, બોરીવલી નેશનલ પાર્કનું વિહાર તળાવ પણ બુધવારે મધરાતે 3.50 વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું. વિહાર તળાવની મહત્તમ જળસંગ્રહ ક્ષમતા 2,769.8 કરોડ લિટર (27,698 મિલિયન લિટર) છે.
Mumbai Rain : કયા તળાવમાં કેટલા ટકા પાણી ભરાયું
- અપર વૈતરણા – 34.13 ટકા
- મોડક સાગર – 98.66 ટકા
- તાનસા – 99.18 ટકા
- મધ્ય વૈતરણા – 63.32 ટકા
- ભાતસા – 64.09 ટકા
- વિહાર – 100 ટકા
- તુલસી – 100%