Mumbai Rain :પહેલા જ વરસાદમાં મુંબઈના હાલ બેહાલ, અંધેરી પૂર્વમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયુ; જુઓ વિડીયો..

Mumbai Rain :મંગળવારે સાંજે મુંબઈમાં પડેલા વરસાદથી ગરમીમાંથી થોડી રાહત મળી, પરંતુ રસ્તાઓ ઘૂંટણ સુધી પાણીથી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. આ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

by kalpana Verat
Mumbai Rain Pre-Monsoon Rains Disrupt Mumbai Traffic; Andheri east Waterlogged

News Continuous Bureau | Mumbai

Mumbai Rain :મંગળવારે સાંજે મુંબઈ અને તેના પડોશી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે  ફરી એકવાર પાલિકાની પોલ ખુલી ગઈ. અંધેરી વિસ્તારના રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયુ. અંધેરી પૂર્વમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર પાણીનું સ્તર એટલું ઊંચું હતું કે લોકો રસ્તો પાર કરી શકતા નહોતા. વાયરલ થયેલા એક વીડિયોમાં, ફળ બજારના દુકાનદારો ભીના થઈને વરસાદથી પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

Mumbai Rain :જુઓ વિડીયો 

 

Mumbai Rain :યુઝર્સની કોમેન્ટ 

એક યુઝરે લખ્યું, “બસ થોડો વરસાદ અને અંધેરી પૂર્વના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા.” જ્યારે બીજા એક વ્યક્તિએ BMC ને ટેગ કરીને પ્રશ્ન ઉઠાવ્યો. સામાજિક કાર્યકર્તા ઝોરુ ભથેનાએ અંધેરી સબવેમાં પાણી ભરાવા પર કટાક્ષ કરતા કહ્યું, “BMC એ બંને છેડે બોર્ડ લગાવવા જોઈએ – ‘આ એક ગટર છે, તેનો ઉપયોગ ફક્ત સૂકા હવામાનમાં જ કરો’.”

Mumbai Rain :હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે, 21 થી 24 મે દરમિયાન વાવાઝોડા અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. 

Join Our WhatsApp Community

You may also like