News Continuous Bureau | Mumbai
Mumbai Rain Update : આખરે મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે જોરદાર હાજરી પુરાવી છે. મુંબઈ શહેર ( Mumbai news ) અને ઉપનગરમાં મધ્યમ વરસાદ પડ્યો હતો અને અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. વરલી, દાદર( Dadar ) માટુંગા ( Matunga ) સહિતના ઉપનગરોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી ગરમી અને પરસેવાના કારણે પરેશાન મુંબઈકરોને થોડી રાહત મળી છે. સવારથી પડેલા વરસાદને કારણે વરલી અને દાદર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાનું ચિત્ર જોવા મળ્યું હતું.
Mumbai Rain Update : સવારે 7 વાગ્યાથી આ વિસ્તારમાં ઝરમર વરસાદ
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો અને લોકોને ફરી એકવાર ગરમીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે સવારે 7 વાગ્યાથી દાદર માટુંગા વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં આજે દિવસભર વાતાવરણ વાદળછાયું રહેશે. તેમજ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ માટે વરસાદ માટે યલો એલર્ટ ( Yellow Alert ) જારી કરવામાં આવ્યું છે.
Mumbai Rain Update : ભારતમાં 20 ટકા ઓછો વરસાદ થયો
દરમિયાન, 1 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, ભારતમાં 20 ટકા ઓછો વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 12 થી 18 જૂન વચ્ચે વરસાદની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. બીજી તરફ આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડમાં ચોમાસાની વધુ પ્રગતિ માટે સ્થિતિ અનુકૂળ હોવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતમાં 1 જૂનથી 18 જૂન વચ્ચે 64.5 મિમી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશ કરતાં 20 ટકા ઓછો છે.
આ સમાચાર પણ વાંચો : Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર રચ્યો ઈતિહાસ, ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ..