News Continuous Bureau | Mumbai
Mumbai rains: બદલાપુર-અંબરનાથ વિસ્તારમાં મંગળવાર (18 જુલાઈ) રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. બુધવારે (19 જુલાઇ) સવારથી અવિરત વરસાદને કારણે બદલાપુર-અંબરનાથ વચ્ચેનો રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયુ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સવારે 11.05 વાગ્યાથી અપ-ડાઉન રૂટ પર રેલ્વે ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે.
સીએસએમટીથી અંબરનાથ અને બદલાપુરથી કર્જત રૂટ પર યાતાયાત ચાલુ છે. જોકે, સુરક્ષાના કારણોસર અંબરનાથ-બદલાપુર અપ-ડાઉન રૂટ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે.
ઉલ્હાસ નદીના જળસ્તરમાં થયો વધારો
Water logging on railway tracks between Ambarnath and Badlapur 🛶🛶🛶🚣🚣🚣 @Central_Railway #mumbairains pic.twitter.com/1R7ybPUzLW
— SAHIR SHAIKH (@sahirmqshaikh) July 19, 2023
આ દરમિયાન બદલાપુરમાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. જો આ રીતે વરસાદ ચાલુ રહેશે તો પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઉલ્હાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે. રાત્રિથી ભારે વરસાદને કારણે પાણીની સપાટી 16.30 સુધી પહોંચી ગઈ છે. નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. હેન્દ્રાપાડા, માંઝરલી, વલીવલી, સોનીવલી વિસ્તારના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પૂરની પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Bread Pizza balls:બાળકો માટે બ્રેડ પિઝા બોલ્સ બનાવો, સ્વાદના થઇ જશે દીવાના, આ છે સરળ રેસીપી
નવી મુંબઈમાં સતત વરસાદ
રાયગઢ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને કારણે રેલ્વે સેવાઓ પર પણ અસર પડી છે. નવી મુંબઈમાં બુધવાર સવારથી સતત વરસાદ પડી રહ્યો છે.
હાર્બર રૂટ અને ટ્રાન્સ હાર્બર રૂટ પર રેલ્વે સેવાઓ વિલંબિત છે
વરસાદના કારણે હાર્બર રૂટ અને ટ્રાન્સ હાર્બર રૂટ પર રેલ્વે સેવાઓ 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. જેના કારણે પ્લેટફોર્મ પર રેલવે મુસાફરોની ભારે ભીડ જામી રહી છે. ટ્રેનો મોડી દોડવાને કારણે કામકાજ પર જતા નાગરિકોને ઓફિસ પહોંચવામાં મોડું થઈ રહ્યું છે.