News Continuous Bureau | Mumbai
Mumbai : ભારે વરસાદ (Heavy rain) અને પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહેલી માયાનગરી મુંબઈ (Mumbai) માં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં રોડનો મોટો હિસ્સો અચાનક ધસી ગયો. જેના કારણે રોડ પર બનેલા મસમોટા ખાડામાં અનેક ટુ-વ્હીલર અને કાર ધસી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે સદનસીબે હજુ સુધી આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. BMC અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી છે.
OMG….
Watch
What’s happening here..
Landslide at Chembur, Road Cave in.
Vasantdada College of Engineering.pic.twitter.com/Vd1vjXTdid
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) July 5, 2023
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ઘટના ચેમ્બુર (Chembur) ના ચૂનાભટ્ટી વિસ્તારની હોવાનું કહેવાય છે. અહીં એક એન્જીનીયર કોલેજની સામે બે બહુમાળી ઈમારતોની બહાર બનેલો રસ્તો અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના બુધવારે સવારે લગભગ 9.30 વાગ્યે બની હતી. તે સમયે રસ્તા પર અનેક ટુ વ્હીલર અને કાર પાર્ક કરવામાં આવી હતી. એકાએક જમીન ધસી જવાને કારણે આ તમામ વાહનો (Vehicle) કેટલાય ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Rakhi sawant : જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહીં કરે ત્યાં સુધી રાખી રહેશે આ સ્થિતિમાં, ભાઈજાન માટે અભિનેત્રી એ રાખી આવી બાધા