News Continuous Bureau | Mumbai
Mumbai Rains : મુંબઈને પાણી પહોંચાડતા તળાવ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. આનો ફાયદો એ થયો કે મુંબઈને પાણી પૂરું પાડતા તાનસા અને વિહાર જળાશયો ઓવરફ્લો થયા છે. અગાઉ 20 જુલાઈએ તુલસી તળાવ(tulsi lake) ઓવરફ્લો થઈ ગયું હતું.
તાનસા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
થાણે શહેરમાં ગુરુવારે સવારે 8.30 થી સાંજના 4.30 વાગ્યા સુધી 88.88 મીમી વરસાદ નોંધાયો હતો, શહેરમાં આ ચોમાસાની(monsoon) સીઝનમાં નોંધાયેલ કુલ વરસાદ 2,172.65 મીમી હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા માટે 1,443.97 મીમી હતો. વિસ્તારમાં અવિરત વરસાદના પરિણામે, તાનસા ડેમ ઓવરફ્લો થવા લાગ્યો અને તેના 15 દરવાજા ખોલવામાં આવ્યા, જ્યાંથી 1,65,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. દરમિયાન મુંબઈના પડોશી પાલઘર જિલ્લામાં, ધામની ડેમમાંથી 8,400 ક્યુસેક અને કાવડાસ ડેમમાંથી 21,100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Police: મુંબઈના 95 પોલીસ સ્ટેશનોમાંથી લગભગ અડધા લેન્ડલાઈન ફોન અનરિચેબલ અથવા કાર્યરત નથી… જુઓ આ ટાઈમ્સનો રિપોર્ટ આંકડા ચોકવાનારા….
તાનસા આ વર્ષે મોડેથી ઓવરફ્લો
આ વર્ષે તાનસા તળાવ(tansa dam) બુધવારે સવારે 4.35 કલાકે ઓવરફ્લો થયું હતું. ગત વર્ષે 14મી જુલાઈના રોજ રાત્રે 8.50 કલાકે તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું. વર્ષ 2021 માં, આ તળાવ 22 જુલાઈના રોજ ઓવરફ્લો થયું હતું, વર્ષ 2020 માં 20 ઓગસ્ટના રોજ. તાનસા તળાવની કુલ જળ સંગ્રહ ક્ષમતા 1,45,080 મિલિયન લીટર છે.
21 ફેબ્રુઆરી 2024 સુધી પાણી જમા
મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં(Seven lakes) હાલમાં 8,52,957 MLD પાણીનો સંગ્રહ છે. આ સ્ટોક દ્વારા, BMC મુંબઈમાં આગામી 221 દિવસ એટલે કે 21 ફેબ્રુઆરી, 2024 સુધી પાણીનો સપ્લાય કરી શકે છે. આમ છતાં, છેલ્લા ત્રણ વર્ષમાં તળાવોમાં આ સૌથી ઓછો પાણીનો સ્ટોક છે. વર્ષ 2022 માં, 26 જુલાઈના સવારે 6 વાગ્યા સુધી, તળાવોમાં 1267298 MLD પાણીનો સંગ્રહ થયો હતો, જે તળાવોની કુલ ક્ષમતાના 87.56 ટકા હતો. તેવી જ રીતે, વર્ષ 2021 માં, આ સમયગાળા દરમિયાન, 964311 MLD એટલે કે 66.63 ટકા પાણી તળાવોમાં એકઠું થયું હતું.
10 ટકા પાણી કાપ
ઉલ્લેખનીય છે કે તળાવોની કુલ સંગ્રહ ક્ષમતા 14,47363 MLD છે. સરોવરોમાં પાણીનો ઓછો સ્ટોક હોવાને કારણે મુંબઈમાં 1 જુલાઈથી 10 ટકા પાણી કાપ લાગુ(water cut) છે. કહેવામાં આવી રહ્યું છે કે જો ભારે વરસાદ આમ જ ચાલુ રહે છે અને તળાવોમાં 75 ટકાથી વધુ પાણી એકઠું થાય છે, તો BMC વહીવટીતંત્ર 31 જુલાઈએ પાણી કાપની સમીક્ષા કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 28 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.