News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં એક તરફ વિકાસ કામના નામે આડેધડ વૃક્ષો(Tree cutting)નું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ મુંબઈ શહેર(Mumbai city)ને તાજેતરમાં “ટ્રી સિટિઝ ઓફ ધ વર્લ્ડ”ની (Tree Cities of the world) સૂચિમાં સ્થાન મળતા આશ્ચર્ય સર્જાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ(UN))ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ 'ટ્રી સિટિઝ ઓફ ધ વર્લ્ડ' (વિશ્વનાં વૃક્ષાચ્છાદિત શહેરો)ની સૂચિમાં મુંબઇનો સમાવેશ કર્યો છે.
મુંબઇનો સમાવેશ આ યાદીમાં કરવા આવતા ચોંકી જવાય એમ છે કારણ કે મુંબઈમાં મોટા પાયા વિકાસ લક્ષી કાર્યો ચાલી રહ્યા છે. મેટ્રો, ફલાયઓવર, રસ્તાના પહોળા કરવા જેવા અનેક વિકાસલક્ષી કામમાં આડે આવતા ઝાડને કાપવામાં આવી રહ્યા છે ત્યારે ઝડપથી શહેરીકરણ થતું હોવા છતાં હરિયાળી જાળવી રાખનારાં 21 દેશોનાં 138 શહેરોના સમૂહમાં 24 કલાક જાગતા રહેતા શહેર તરીકે ઓળખાતા મુંબઇને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
એફએઓ(FAO)એ આર્બર ડે ફાઉન્ડેશન સાથે મળીને વૃક્ષોનો ઉછેર તથા જાળવણી કરવી તથા તેમ કરીને જીવન જીવવા માટેનાં આરોગ્યપ્રદ તથા આનંદપૂર્ણ સ્થળો તૈયાર કરવા માટેની પ્રતિબદ્ધતા ધરાવવા બદલ પ્રમાણપત્રો (સર્ટિફિકેટસ) આપીને આ શહેરોનું બહુમાન કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર. હવે ફ્લેટ ભાડે આપવા માટે સોસાયટીની એનઓસીની જરૂર નથી. જાણો નવો કાયદો..
વૃક્ષો-વનસ્પતિની હરિયાળી જાળવી રાખવાના મુંબઇના પ્રયાસોની પ્રશંસા કરતાં આર્બર ડે ફાઉન્ડેશનના સીઇઓ જડેન લેમ્બેએ મુંબઇ મહાનગર પાલિકા(BMC)ના સુપરિન્ટેન્ડન્ટ ઓફ ગાર્ડન્સ જીતેન્દ્ર પરદેશી(Jitendra pardesi)ને પત્ર લખી જણાવ્યું હતું કે ૨૦૨૧ માટેના વિશ્વના ટ્રી સિટિઝનું બહુમાન સૌ પ્રથમ વખત મેળવવા બદલ મુંબઇને અમારા અભિનંદન. આ સાથે, મુંબઇ હવે શહેરી તથા સામાજિક વન સંવર્ધન માટેના માર્ગનું નેતૃત્વ કરતા મહત્વના વૈશ્વિક નેટવર્કનો હિસ્સો બન્યું છે.