News Continuous Bureau | Mumbai
Mumbai: દિવાળીની રજાઓ ( Diwali holidays ) દરમિયાન, મુંબઈવાસીઓ સાથે પ્રવાસીઓ ( Tourists ) વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક ( Veermata Jijabai Bhonsale Park ) અને પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં ( zoo ) શાબ્દિક રીતે ઉમટી પડ્યા હતા. 14 નવેમ્બર મંગળવારના રોજ એક જ દિવસમાં 39,792 જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં 14 લાખ 41 હજાર 525 રૂપિયાની આવક થઈ હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં એક જ દિવસમાં આવનારા પ્રવાસીઓની આ સૌથી વધુ સંખ્યા હોવાનું નિયામક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું. દિવાળીની રજાઓના કારણે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1 લાખ 11 હજાર 464 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. જેમાં 41 લાખ 74 હજાર 945 રૂપિયાની આવક થઈ છે.
રજા દરમિયાન રોજની સરેરાશ આવક દોઢ લાખ બની..
પાલિકાનું વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલય માત્ર મુંબઈગરાઓ માટે જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સ્થળે નવા પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવ્યાં છે, જેના કારણે પ્રવાસીઓનો પ્રવાહ આ તરફ વધ્યો છે. માર્ચ 2017માં વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાં પેન્ગ્વિન લાવ્યા ત્યારથી, પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : US China Summit: બે દુશ્મનો વચ્ચે વધી મિત્રતા: ચીનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જ બાઈડનનું વલણ બદલાયુ..
દરરોજ 5 થી 6 હજાર પ્રવાસીઓ, શનિ-રવિ અને રજાના દિવસે 15 થી 16 હજાર અને રવિવારે 20 હજાર પ્રવાસીઓ આવે છે. જેથી રોજની 15 થી 20 હજારની આવક હવે 1 થી 6 લાખ થઈ ગઈ છે. રોજની સરેરાશ આવક દોઢ લાખ છે, જ્યારે સરેરાશ માસિક આવક 45 લાખ થઈ ગઈ છે. સંજય ત્રિપાઠીએ આ માહિતી આપી હતી. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 1 જાન્યુઆરી, 2023 કરતાં વધુ હતી. 1 જાન્યુઆરીએ 39 હજાર 106 પ્રવાસીઓ આવ્યા હતા અને 14 લાખ 43 હજાર રૂપિયાની આવક મેળવી હતી. તેમ જ 14 નવેમ્બરે 39 હજાર 792 પ્રવાસીઓ આવ્યા અને 14 લાખ 41 હજાર 525 રૂપિયાની આવક મેળવી હતી.