News Continuous Bureau | Mumbai
મુંબઈ(mumbai) સહિત રાજ્યમાં ચોમાસું(Monosoon) બરોબરનું જામી ગયું છે. જૂન મહિનામાં નિરાશ કરનારા વરસાદે જોકે જુલાઈ મહિનાના પહેલા પાંચ દિવસમાં પૂરી કસર પૂરી કરી નાખી છે. મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં જ જુલાઈ મહિનાનો ૬૪ ટકા વરસાદ પડી ચૂક્યો છે.
કોલાબા(Colaba) વેધશાળાના(Observatory) જણાવ્યા મુજબ સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સરેરાશ ૮૫૫.૭ મિલીમીટર વરસાદ પડવો જોઈએ. મંગળવાર સાંજ સુધીમાં જ મુંબઈમાં ૫૫૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. તેમાંથી ૨૦૦ મિ.મી. મંગળવાર બપોરના પૂરા થયેલા ૩૬ કલાકમાં જ પડી ગયો હતો.
મંગળવારના સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦વાગ્યા સુધીના છ કલાકમાં વરસાદનું જોર હતું ત્યારે. છ કલાકમાં સાંતાક્રુઝમાં(Santa Cruz) ૧૧૫.૩ મિ.મી.(સવા ચાર ઈંચ) વરસાદ પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કાંદિવલીના સ્વિમિંગ પૂલમાં એક વયસ્ક વ્યક્તિનું મૃત્યુ- તપાસ ચાલુ
બુધવાર સવારના ૨૪ કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 107 મિ.મી.(સવા ચાર ઈંચ), પૂર્વ ઉપનગરમાં(East Suburbs) 172 મિ.મી.(7ઈંચ) અને પશ્ર્ચિમ ઉપનગરમાં(western suburbs) 152 મિ.મી.(6 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી(Rainfall forecast) હોવાથી જૂન મહિનાની કસર જુલાઈમાં વરસાદ પૂરી કરી નાખવાનો છે. મુંબઈ માટે આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ(Orange alert) રહેશે. મધ્ય પ્રદેશના(Madhya Pradesh) મધ્ય ભાગમાં લો પ્રેશર સર્જાયુ છે, તો ગુજરાત કિનારાથી(Gujarat coast) મહારાષ્ટ્રના કિનારપટ્ટી(Maharashtra Coast) સુધીના વિસ્તારમાં ઓફશોટર ટ્રફ(Offshore trough) સર્જાયું છે અને વરસાદ લાવનારા પશ્ર્ચિમી પવનો પણ ભારે માત્રામાં ફૂંકાઈ રહ્યા છે. આગામી ચારથી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદનો અંદાજો છે, તેમાં પણ અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાયગઢ(Raigarh), રત્નાગિરી(Ratnagiri) માટે રેડ એલર્ટ રહેશે.