ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
રાજ્યમાં આગામી બે કે ત્રણ દિવસ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન કમી રહેવાની છે. જોકે ત્રણ દિવસ પછી કંપની દ્વારા દૈનિક 50000 રેમડેસિવિર ઇન્જેક્શન ની દૈનિક સપ્લાય કરવામાં આવશે. આજની તારીખમાં કંપની દૈનિક 37-38 હજાર જેટલા ડોઝ રેન્ડેસીવર સપ્લાય કરે છે. પરંતુ ત્રણ દિવસમાં જ આ પ્રોડક્શન વધી જવાનું છે. આમ દવા માટે વલખા મારતા દર્દીઓને ત્રણ દિવસ પછી રાહત રહેશે.
સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.