મુંબઈમાં કોરોના ‘ઈન-કંટ્રોલ’, શહેરમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ સાથે માત્ર એક જ દર્દીનું નિપજ્યું મોત; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

બુધવાર.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોનાના નવા કેસ અને મહામારી થી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 352 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને માત્ર એક જ દર્દીનું મોત નીપજ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે 363 દર્દી રિકવર થયા છે.

આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોરોનાના કુલ 7,38,876 કેસમાંથી 7,15,757 રિકવર થયા છે. 

ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને 4,583 થયો છે, શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે.

મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More