મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 529 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,17,108 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 725 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 15,550 એક્ટિવ કેસ છે.