મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 537 નવા કોરોના કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત થયા છે.
શહેરમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,92,008 થઈ છે.
અત્યાર સુધી શહેરમાં 2,71,117 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.
હાલ મુંબઈમાં 8940 કોરોનાના એક્ટિવ કેસ છે.
મુંબઈમાં કોરોનાના દર્દીઓનું રિકવરીનું પ્રમાણ ૯૩ ટકા થયું છે.