News Continuous Bureau | Mumbai
મુંબઈવાસી(Mumbaikars)ઓ… શું તમે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરો છો? સાવધાન થઈ જાઓ. નહિંતર, કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC) પ્રતિબંધિત પ્લાસ્ટિક(Banned plastic)નો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે BMCએ નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે નવા નિર્દેશ પણ જારી કર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે(State govt) પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે 2018 માં જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ કોવિડ રોગચાળો(covid pandemic) ફાટી નીકળ્યા પછી કાયદાનો અમલ થઇ શક્યો નહોતો. જોકે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, ત્યારે BMCએ નાગરિકો અને ઉત્પાદકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધના પગલે પશ્ચિમી દેશો સતત રશિયા પર પ્રતિબંધો લગાવ્યા બાદ હવે પુતિને કર્યો પલટવાર, આ 2 દેશ હવે ગેસ વગર રઝળી પડશે..
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ઉત્પાદકો, વેપારીઓ અને ઉપભોક્તા જો તેઓ પહેલીવાર આદેશનું ઉલ્લંઘન કરશે તો તેમને રૂ. 5,000 અને ફરીથી ઉલ્લંઘન કરવા પર રૂ. 25,000નો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા થશે. BMCના એક અધિકારીના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક પણ કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, પ્લાસ્ટિક પર પ્રતિબંધ પછી પણ પ્લાસ્ટિકની થેલીઓનો મોટાપાયે ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતાં પાલિકાએ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર ડિગ્રેડેબલ અને નોન-ડિગ્રેડેબલ વેસ્ટ (Maharashtra degradable and non-degradable waste)(કંટ્રોલ) એક્ટ, 2006 હેઠળ પ્લાસ્ટિકનું ઉત્પાદન, પરિવહન, વેચાણ, સંગ્રહ, હેન્ડલિંગ અને ઉપયોગ પ્રતિબંધિત છે. જૂન 2018 થી, BMCએ તેની કામગીરી દરમિયાન લગભગ 2 લાખ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 5 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.