ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
ગત જુલાઈ મહિનામાં સરકારી વૅક્સિનેશન કેન્દ્રો નવ દિવસ બંધ રહેતાં શહેરમાં કોરોનાના રસીકરણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મુંબઈમાં 9 દિવસ વૅક્સિન કેન્દ્રો બંધ રહ્યાં હતાં જેમાં ચાર દિવસ રવિવાર હતો જ્યારે બીએમસી રસીકરણ કરતી નથી અને પાંચ દિવસ ડૉઝની અછતને કારણે રસીકરણ થઈ શકયું નહોતું.
આંકડા બતાવે છે કે, મુંબઈને જૂનના 7.4 લાખ ડૉઝની સામે જુલાઈમાં 9.8 લાખ ડૉઝ મળ્યા હતા.
જોકે, સરકારી કેન્દ્રોમાં રસીની તંગીને કારણે ખાનગી હૉસ્પિટલોનાં કેન્દ્રોમાં રસીની માગમાં વધારો થયો ન હતો.
જુલાઈ મહિનામાં ખાનગી કેન્દ્રોમાં પણ રસીકરણમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
જૂનમાં 13.4 લાખ મુંબઈગરાઓએ નાણાં ખર્ચીને વૅક્સિન લીધી હતી જે આંકડો જુલાઈમાં આઠ લાખ કરતાં ઓછો થઈ ગયો હતો