હાય ગરમી! ફેબ્રુઆરીમાં જ મુંબઈ તપવા લાગ્યું, તાપમાન સામાન્ય કરતાં વધીને 35 ડિગ્રીએ પહોંચ્યું..

સામાન્ય રીતે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી ગરમીની શરૂઆત થાય છે, પરંતુ મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

by Dr. Mayur Parikh
https://newscontinuous.com/web-stories/sanjeevs-herb-to-increase-eyesight-is-dodi-identify-this-herb/

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી ગરમીની શરૂઆત થાય છે, પરંતુ મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મુંબઈ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમી જોવા મળી રહી છે. 12 ફેબ્રુઆરીથી ગઈકાલની વચ્ચે તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે. મુંબઈમાં સોમવારે 36.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી સામાન્ય કરતાં આ તાપમાન પાંચથી છ ડિગ્રી વધુ છે. તો આજે શહેરમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 15 ફેબ્રુઆરી સિવાય, જ્યાં તાપમાન 34 ડિગ્રી હતું, મહત્તમ તાપમાન સતત 35 ડિગ્રીથી ઉપર રહ્યું છે.

હવામાનમાં આવેલા આ બદલાવથી સામાન્ય નાગરિકોને આશ્ચર્ય તો થયું જ છે પરંતુ હવામાનશાસ્ત્રીઓને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 21-22 ફેબ્રુઆરીએ મુંબઈ, કોંકણના દરિયાકાંઠે અને કચ્છમાં હીટ વેવની આવી શકે છે અને આ સમયગાળા દરમિયાન તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે હવામાન વિભાગે ઘરની બહાર નીકળો ત્યારે કાળજી રાખજો, એવી સલાહ હવામાન વિભાગે આપી છે.

આ સમાચાર પણ વાંચો :  માર્ચમાં પીએમનો ગુજરાત પ્રવાસ, જી-20 બેઠકમાં હાજરી આપશે, ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More