News Continuous Bureau | Mumbai
Mumbai: 2022ના જૂન મહિનામાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવાને ( Shiv sena Rebellion ) કારણે સમગ્ર રાજ્યમાં હલચલ મચી ગઈ હતી. હવે આ જ બળવા સાથે જોડાયેલ એક ખુલાસો સામે આવ્યું છે, જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સહયોગીએ ધારાશિવમાં એક કાર્યક્રમ દરમિયાન વકીલ અસીમ સરોદેએ ( Asim Sarode ) દાવો કર્યો હતો કે ધારાસભ્યોએ ગુવાહાટીની એક હોટેલમાં એર હોસ્ટેસની ( air hostess ) છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બે ધારાસભ્યોને માર મારવામાં આવ્યો હતો.
વકીલ સરોદેએ વધુમાં કહ્યું હતું કે, શિંદે જૂથના ધારાસભ્યો ( Shinde MLAs ) બળવો કરીને ગુવાહાટી ( Guwahati ) ગયા હતા. ત્યારે તેઓ બધા એક હોટેલમાં રોકાયા હતા. આ હોટલમાં જ્યાં ધારાસભ્યો રોકાયા હતા ત્યાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો, પરંતુ આ હોટલના કેટલાક રૂમ ખાનગી એરલાઈન્સ માટે રિઝર્વ કરવામાં આવ્યા હતા, જેથી આ એરલાઈન્સના કર્મચારીઓ અહીં રહી રહ્યા હતા. આ જ કારણે પીડિતા એર હોસ્ટેસ પણ ત્યાં જ રહેતી હતી. જેમાં એકનાથ શિંદે ( Eknath Shinde ) સાથે ગયેલા બે ધારાસભ્યો દ્વારા એર હોસ્ટેસની છેડતીનો પ્રયાસ કરાયો હતો. મહારાષ્ટ્રને આ ખબર હોવી જોઈએ, કારણ કે બંને ધારાસભ્યોએ આ કામ કર્યું હતું. તેમજ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, છેડતીના મામલામાં બંને ધારાસભ્યોને હોટલમાં માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદ, એક ધારાસભ્ય ગુવાહાટીની એક હોટલમાંથી ભાગી ગયો હતો, પરંતુ 8 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તે ધારાસભ્ય ફરી પકડાઈ ગયો હતો.
અસીમ સરોદ દ્વારા કરવામાં આવેલો ખુલાસો ખૂબ જ ગંભીરઃ કોંગ્રેસ..
દરમિયાન, અતુલ લોંધે, મુખ્ય પ્રવક્તા – કોંગ્રેસ (મહારાષ્ટ્ર પ્રદેશ)એ જણાવ્યું હતું કે, મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડતી વખતે ગુવાહાટીની એક ફાઈવ સ્ટાર હોટલમાં બનેલી ઘટના અંગે વકીલ અસીમ સરોદ દ્વારા કરવામાં આવેલો ખુલાસો ખૂબ જ ગંભીર છે. ફાઈવ સ્ટાર હોટેલની લિફ્ટમાં એર હોસ્ટેસની છેડતી અને જાતીય સતામણીના પ્રયાસોએ મહારાષ્ટ્રની છબીને કલંકિત કરી છે. આ પાપને કારણે મહારાષ્ટ્રનું માથું શરમથી ઝુકી ગયું છે. આવું કરનાર ધારાસભ્ય કોણ છે? મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આનો ખુલાસો કરવો જોઈએ. બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીએ આની સામે કાર્યવાહી કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Rajinikanth: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા રજનીકાંત એ કેમેરા સામે કરી એવી હરકત કે ટ્રોલર્સે લગાવી સુપરસ્ટાર ની ક્લાસ
આ અંગે સંજય શિરસાટે ધારાસભ્ય-શિવસેના (શિંદે જૂથ)એ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, તમે એર હોસ્ટેસ પર છેડતીનો આરોપ લગાવી રહ્યા છો. પણ શું તમે આ ઘટના સપનામાં જોઈ છે? પોલીસ, સુરક્ષા, મીડિયા વગેરેની હાજરીમાં આવું કેવી રીતે થઈ શકે? દોઢ વર્ષ પછી જાગીને આવા પાયાવિહોણા આક્ષેપો કરનારાઓ પર લોકોએ જરાય ધ્યાન ન આપવું જોઈએ. તેમણે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના નેતાઓને ખુશ કરવાના ઈરાદાથી આ આરોપો લગાવ્યા છે. તેથી અમે તેમના આવા પાયાવિહોણા આક્ષેપોને મહત્વ આપતા નથી.