Site icon News Continuous Bureau | Mumbai

Amboli Police Case। તાંત્રિક વિધિના નામે પરિણીતા પર અત્યાચાર, સાસરિયાઓના ત્રાસથી ગર્ભપાત થતા ચકચાર; અંબોલીમાં 7 સામે ગુનો દાખલ

Amboli Police Case। સસરા તાંત્રિક હોવાનો દાવો કરી વહુના શરીર પર મીઠું ઘસતા અને મોરપીંછથી મારતા; દહેજ માટે શારીરિકમાનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ.

Amboli Police Case। તાંત્રિક વિધિના નામે પરિણીતા પર અત્યાચાર, સાસરિયાઓના ત્રાસથી ગર્ભપાત થતા ચકચાર; અંબોલીમાં 7 સામે ગુનો દાખલ

Amboli Police Case। તાંત્રિક વિધિના નામે પરિણીતા પર અત્યાચાર, સાસરિયાઓના ત્રાસથી ગર્ભપાત થતા ચકચાર; અંબોલીમાં 7 સામે ગુનો દાખલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Amboli Police Case। મુંબઈના અંબોલી વિસ્તારમાં અંધશ્રદ્ધા અને ઘરેલું હિંસાની એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ૨૭ વર્ષીય પરિણીતા પર તેના સાસરિયાઓ દ્વારા મેલી વિદ્યાના નામે અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પીડિતાના જણાવ્યા મુજબ, સાસરિયાઓના સતત ત્રાસ અને તાંત્રિક વિધિઓના દબાણને કારણે તેણે બે વાર ગર્ભપાત (Miscarriage) નો સામનો કરવો પડ્યો છે.

મેલી વિદ્યા અને અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ

પીડિતાએ પોતાની ફરિયાદમાં સસરા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સસરા પોતાને તાંત્રિક ગણાવતા અને વહુને ભૂત-પ્રેત વળગ્યા હોવાનું કહીને તેના પર વિચિત્ર વિધિઓ કરતા હતા. વિધિના બહાને પરિણીતાના શરીર પર મીઠું ઘસવામાં આવતું, માથા પર ચંપલ ફેરવવામાં આવતા અને મોરપીંછ વડે તેને માર મારવામાં આવતો હતો. આ અંધશ્રદ્ધાભર્યા કૃત્યોને કારણે મહિલા સતત માનસિક ભયમાં જીવતી હતી.

દહેજ માટે ત્રાસ અને 7 તોલા સોનું પચાવ્યું

ફેબ્રુઆરી ૨૦૨૧ માં લગ્ન થયા બાદ ટૂંક સમયમાં જ સાસરિયાઓએ આર્થિક મદદ અને વ્યવસાયના બહાને પરિણીતાને મેણાં મારવાનું શરૂ કર્યું હતું. પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન સમયે પિયર પક્ષે આપેલા અંદાજે ૮ લાખ રૂપિયાની કિંમતના ૭ તોલા સોનાના દાગીના પણ સાસરિયાઓએ પચાવી પાડ્યા છે. આટલું જ નહીં, તેના શારીરિક દેખાવને લઈને પણ પતિ અને સાસરિયાઓ દ્વારા સતત અપમાનિત કરવામાં આવતી હતી.

અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી

અત્યાચારની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે ગર્ભવતી હોવા છતાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી, જેના કારણે તેને બે વાર ગર્ભપાત થયો હતો. અંબોલી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ‘મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા વિરોધી કાયદા’ (૨૦૧૩) હેઠળ પતિ, સાસુ અને સસરા સહિત પરિવારના ૭ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આ સંવેદનશીલ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Andheri Accident News। અંધેરીમાં કાળજું કંપાવનારી ઘટના પાર્કિંગ વખતે પુત્રના હાથે જ પિતાનું કરૂણ મોત, એક્સિલરેટર દબાઈ જતાં સર્જાયો અકસ્માત

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version