ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વચ્ચેની રાજનૈતિક દુશ્મની બહુ જાણીતી છે. છેલ્લા થોડા દિવસોથી તેમના વચ્ચેનું શાબ્દિક યુદ્ધ ચરણસીમાએ પહોંચી ગયું હતું, જેમાં નારાયણ રાણેને જેલ જવાની નોબત આવી હતી. જોકે હવે આ નારાયણ રાણેના ગઢ ગણાતા કોંકણના સિંધુદુર્ગને મુંબઈ સાથે રસ્તા માર્ગે સીધો જોડવાનો નિર્ણય ઉદ્ધવ સરકારે લીધો છે. વરલીથી સિંધુદુર્ગ વચ્ચે લગભગ 70,000 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન ફીલ્ડ કોંકણ એક્સપ્રેસવે બાંધવાનો નિર્ણય મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ લીધો છે.
કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત
હાલ પ્રોજેક્ટનો ડ્રાફ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ આ રોડ બનાવવામાં વધુ ચાર વર્ષનો સમય લાગશે. એક વખત ગ્રીન ફીલ્ડ કોંકણ એક્સપ્રેસવે બની જશે તો મુંબઈથી સિંધુદુર્ગ વાયા રત્નાગિરિ માત્ર 3 કલાકમાં પહોંચી જશે. હાલ 400 કિલોમીટરનું અંતર પાર કરવા માટે સાતથી આઠ કલાકનો સમય લાગે છે.