353
News Continuous Bureau | Mumbai
Mumbai News : મુંબઈના ખાર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખારમાં એક બેકરીમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં છ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. હાલમાં આ 6 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. આગના કારણે બેકરીને પણ ઘણું નુકસાન થયું છે. ઘટના બાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જે બાદ તેઓએ ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ મામલાની માહિતી આપતા BMCએ જણાવ્યું કે મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં એક બેકરીમાં લાગેલી આગમાં છ લોકો દાઝી ગયા હતા. ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણી એ આ ફિલ્મ જોવાની વ્યક્ત કરી ઈચ્છા, હવે તેમના ઘર એન્ટિલિયા ખાતે યોજાશે ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
You Might Be Interested In