News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ પોલીસની એક પેટ્રોલિંગ ટીમે મંગળવારે (6 ફેબ્રુઆરી) સાંજે ગેટવે ઑફ ઈન્ડિયા ( Gateway of India ) પાસે કુવૈતથી ( Kuwait ) આવી રહેલી એક બોટને રોકી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે અબ્દુલ્લા શરીફ નામની એક શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાં ત્રણ લોકો સવાર હતા, જે તમામ તમિલનાડુના કન્યાકુમારીના ( Kanyakumari ) રહેવાસી હતા. આ બોટ કુવૈતથી આવી છે અને તેને હાલ જપ્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોલાબા પોલીસ ( Colaba Police ) ઘટનાસ્થળે હાજર છે. તેમની પાસેથી હજીસુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
A Kuwaiti boat was intercepted by Indian Navy in the Arabian Sea after it entered Indian waters. The boat was brought to Gateway of India Mumbai and three crew members are being interrogated by the agencies. pic.twitter.com/9lLjbuJxCm
— Dhairya Gajara (@dhairyagajara) February 6, 2024
ત્રણેય લોકો કન્યાકુમારીના રહેવાસીઓઃ અહેવાલ..
એક અહેવાલ મુજબ, ત્રણેય લોકો કન્યાકુમારીના રહેવાસીઓ, જેઓ પોલીસ કસ્ટડીમાં છે, અટકાયત કરાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ત્રણેય એક ફિશિંગ કંપનીમાં કામ કરતા હતા અને કથિત રીતે શારરીક અને માનસિક શોષણનો સામનો કરતા હતા.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Masjid: અયોધ્યાના મસ્જિદ નિર્માણ માટે પ્રથમ ઈંટ મકકાથી મુંબઈ આવી.. હવે આ તારીખથી શરુ થઈ શકે છે ભવ્ય મસ્જિદની તૈયારીઓ.
તેણે બાકી લેણાં અને પગાર ન ચૂકવવા અને મુશ્કેલ સંજોગોને ટાંકીને માલિકની બોટ ( Suspicious boat ) ચોરાઈ હોવાનો દાવો કર્યો હતો. ત્રણેયે વધુમાં કહ્યું હતું કે, તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે, તેથી માલિકની બોટ ચોરવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
“તેઓ 12 દિવસથી નોન-સ્ટોપ મુસાફરી કરી રહ્યા હતા,” જ્યારે પોલીસ ( Mumbai Police ) તેમની પાસે પહોંચી ત્યારે પોલીસે જોયું હતું કે આ ત્રણેય લોકો ત્રણ-ચાર દિવસથી કંઈ જમ્યા ન હતા, કારણ કે તેનું રાશન ખતમ થઈ ગયું હતું. તેમ જ પોલીસને હજુ સુધી તેમની પાસેથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ તાજ હોટલની નજીકથી બોટને સુરક્ષિત પાર્ક કરવામાં આવી છે.. હાલ આ મામલે પોલીસ અરબી સમુદ્ર દ્વારા ભારતીય જળસીમામાં આ ત્રણેય લોકો શા માટે પ્રવેશ કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)