News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં રવિવારે રજાનો દિવસ હોવાથી રોડ પર વાહનો વધારે ન હોવાથી માર્ગ ખાલી હતા. આ સમયે રવિવારે સવારે એક હાઇ સ્પીડ BMW કાર ( BMW car ) કોસ્ટલ રોડના ટનલની દિવાલ સાથે અથડાઇ પડી હતી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, BMW કારનો ડ્રાઈવર ટનલની ( coastal road tunnel ) અંદર કોઈ વાહનોનો ધસારો ન હોવાને કારણે તે ટનલમાં નિર્ધારિત સ્પીડ લિમિટથી વધારેની સ્પીડથી અંદર પ્રવેશ્યો હતો. જેમાં કારની સ્પીડ ( Car speed ) 60 કિમી પ્રતિ કલાકની ઝડની હતી, જેના કારણે ડ્રાઈવરે કાર પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી આ દુર્ઘટના બની હતી.
Mumbai: આ BMW કાર વર્લીથી મરીન ડ્રાઈવ/નરીમાન પોઈન્ટ તરફ જઈ રહી હતી….
આ બાદ ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, તે ઝડપી ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો કારણ કે ટનલમાં માર્ગ મોકળો હતો. અકસ્માત પાછળના કારણ તરીકે, કાર ચાલકે પોલીસને કહ્યું હતું કે, તેના વાહનમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ હતી. જેના કારણે તે સ્ટીયરીંગ વ્હીલ પર કાબુ ગુમાવી બેસ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: FPI Investment: FPIs એ રાજકીય સ્થિરતાના કારણે જૂનમાં ભારતીય ઈક્વિટીમાં રૂ. 26,565 કરોડનું રોકાણ કર્યું… જાણો વિગતે..
Mumbai: આ ઘટનામાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી…
ટ્રાફિક ( Mumbai Traffic Police ) પોલીસને આ ઘટના અંગે એલર્ટ મળ્યા બાદ, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિકને ટાળવા માટે પ્રાથમિકતાના ધોરણે કારને ટનલમાંથી ( Mumbai Coastal Road ) દૂર કરી હતી. જેમાં કારને ટો કરીને ખેંચીને બહાર લાવવામાં આવી હતી. ટનલની દિવાલ કાર સાથે અથડાતા કાર પર કાળા સ્ક્રેચ માર્કસ પડી ગયા હતા.
આ ઘટનામાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પોલીસે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોલીસ ડાયરીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કાર વાહન ચાલકને પરત સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ કોસ્ટલ રોડ 11 માર્ચે ખુલ્લો મુકાયો ત્યારથી આ બીજી દુર્ઘટના છે.